ભાવનગરઃ તાજેતરમાં યોજાયેલી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પછી મેયરની પસંદગીના મુદ્દે ભારે વિવાદ થયો હતો. ભાજપનાં કોર્પોરેટર વર્ષાબા ગોહિલને મેયરના બનાવાતાં તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે ફરી  ભાજપના નેતાનો અસંતોષ બહાર આવ્યો છે અને વધુ એક નેતાએ પોતાનો વિડિયો વાયરલ કર્યો છે.


ભાજપના 30 વર્ષ જૂના કાર્યકર એવા નરેન્દ્ર સોલંકીનો વિડિયો થયો વાયરલ થયો છે. નરેન્દ્ર સોલંકીના વિડિયોમાં તેમણે ભાજપ  પર  આક્ષેપ કરીને કહ્યું છે કે, ભાજપને શુદ્ધ કરવા દરેક કાર્યકરે આગળ આવવું પડશે. તેમણે કહ્યું છે કે, ભાજપમાં સાચું બોલવાની સજા સસ્પેન્ડની હોય તો સારા કાર્યકરોનો અત્યારે મરો છે.


તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપમાં ધારાસભ્યની નજીક રહેનારા અને ચાપલૂસી કરનારાને જ હોદ્દા મળે છે. ભાજપ નગરસેવિકા વર્ષાબાને મેયર નહિ બનાવતા થયેલા વિવાદનો અંત નથી આવ્યો ત્યાં વધુ એક કાર્યકર એ ધારાસભ્ય સામે આક્ષેપ કરતાં વિવાદ ઘેરો બન્યો છે.