ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ભાવનગર પર મહેર કરી હોય તેમ સવારથી વરસાદ વરસી રહ્યો છે. શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ હવે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી બફારાથી પરેશાન શહેરીજનોને મોટી રાહત મળી છે.

Continues below advertisement

સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે

Continues below advertisement

ભાવનગર શહેરમાં સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો. જોકે, સમય જતાં વરસાદનું જોર વધ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ ભાવનગરમાં વરસાદનું આગમન થતાં લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે ગરમી અને બફારાનો અનુભવ કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી છે.

સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક

ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતા સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારણે બફારામાં ઘટાડો થતાં શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ચોમાસાની ફરી શરૂઆત થઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અરવલ્લીમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને પગલે સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન

મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક સાથે 6 સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  

આ પણ વાંચો- Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવાની સલાહ

ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાજવીજ દરમિયાન લોકોને ખુલ્લા મેદાનમાં ન રહેવાની અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.