Bhavnagar:  ભાવનગરના કુંભારવાડાના રામદેવ નગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના કુંભારવાડા રામદેવ નગર વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મહિલા સહિતના 10 વધુ લોકોને ઈજા પહોંચી હતી.



 


વાસ્તવમાં બંન્ને જૂથના લોકો સમાધાન માટે એકઠા થયા હતા. પરંતુ કોઇ વાતને લઇને ઉગ્ર બોલાચાલી થઇ જતા મામલો બિચક્યો હતો અને બંન્ને જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. હાલ તો ડી.ડિવિઝન પોલીસે સમગ્ર મામલ વધુ તપાસ શરૂ કરી હતી.




ગયા મહિને ભાવનગરમાં પાલીતાણા તાલુકાના નવા લોહીચડા ગામે જૂથ અથડામણ થઇ હતી. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા એ દરમિયાન ઝઘડો કરવા આવેલ ટોળું હથિયારો સાથે તૂટી પડ્યું હતું. આ જૂથ અથડામણમાં સમજાવવા માટે વચ્ચે આવેલા મામા અને એમના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. બંને પક્ષે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જો કે ઝઘડાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. 


આ પહેલા પણ ભાવનગરમાં જૂથ અથડામણની ઘટના ઘટી હતી, થોડા દિવસ પહેલા શહેરમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી, હથિયારો લઇને સામ સામે આવેલા બે જૂથોના હૂમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.                                         


ભાવનગર શહેરમાં  દીપક ચોકમાં જોરદાર જૂથ અથડામણની ઘટના ઘટી હતી. અહીં જુગાર રમવાની વાતને લઇને ઝઘડો થયો હતો, ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જુગાર રમવાની ના પાડતા મામલો બીચક્યો હતો અને બાદમાં મારામારી થઇ હતી. આ મામલો વધુ ઉગ્ર બનતાં બન્ને જૂથો હથિયારો લઇને આવી ગયા અને આમને સામને મારામારી કરવા લાગ્યા હતા. આ  જૂથ અથડામણની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, પોલીસ ઘટના સ્થળે આવી જતા મામલો થાળે પડ્યો હતો, તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.