Bhavnagar: ભાવનગર શહેરમાં ગઇ રાત્રે પોલીસે ફરી એકવાર મોટા ક્રાઇમનો પર્દાફાશ કર્યો છે. ગઇ રાત્રે દરમિયાન દારૂની મહેફિલ માણનારા પર અચાનક રેડ કરીને પોલીસે 11 ઇસમોનો ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર શહેરના પોલીસ રાત્રી પેટ્રૉલિંગ કરી રહી હતી, આ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના જેલ રોડ પર આવેલા એક કૉમ્પલેક્ષમાં દારૂની મહેફિલ ચાલી રહી છે, આ વાતના આધારે પોલીસે જેલ રૉડ પર આવેલા આદર્શ કૉમ્પલેક્ષમાં એક ખાનગી સોનોગ્રાફી અને એક્ષરે ક્લિનીકમાં ચાલતી મહેફિલ પર અચાનક દરોડા પાડ્યા હતા. પોલીસની આ દરોડાની કાર્યવાહીમાં 11 ઇસમો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા, પોલીસ અહીંથી વિદેશી દારૂ પણ કબજે કર્યો હતો. આ તમામ 11 આરોપીઓને ઝડપી લઇને તેમની વિરૂદ્ધ પ્રૉહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 


ગુજરાત એસટીમાંથી રાજસ્થાન પોલીસે 17 પેટી દારૂ પકડ્યો


રાજકોટમાંથી ગુજરાત એસટીને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, રાજકોટ એસટી બસના કન્ડક્ટરને દારૂની ખેપ મારવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસે બાતમીના આધારે રાજકોટ એસટી બસના કન્ડક્ટરને 17 પેટી સાથે ઝડપી પાડ્યો હતો, દારૂની આ હેરફેરી રાજસ્થાનમાથી ગુજરાતમાં દારૂ લાવવા માટે કરવામાં આવતી હતી. માહિતી પ્રમાણે, રાજકોટ ST બસના કન્ડક્ટરને બસમાં દારૂની બૉટલો લઇને રાજસ્થાનથી ગુજરાત આવતા ઝડપી પાડવામાં આવ્યો છે, આ પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ખરેખરમાં, રાજકોટના એસટી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર વિરુદ્ધ રાજસ્થાનના નાથદ્વારામાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવાયુ છે કે, રાજસ્થાનથી STનો કન્ડક્ટર બસમાં દારૂ ગુજરાત લાવતો હતો. જ્યારે ગુજરાત એસટીની એસટી બસ નંબર GJ 18 8772 ST દારૂનો જથ્થો ભરી રાજસ્થાની ગુજરાત લઇ જવાતો હતો, તે દરમિયાન નાથદ્વારા પોલીસે બાતમીના આધારે બસ તપાસ કરી અને બસમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો, આ સાથે જ નાથદ્વારા પોલીસે બસના ડ્રાઈવર હિરેન ગજેરા અને કન્ડક્ટર મનોજ તેરેયા વિરુદ્ધ નાથદ્વારા પોલીસે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાની જાણ રાજકોટ ST નિયામકને થતાંની સાથે તાત્કાલિક ધોરણે પગલા લઇને આરોપીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.