ભાવનગરના એક કરોડ રૂપિયાના ચકચારી તોડકાંડ કેસમાં આજે ત્રણ આરોપીઓની જામીન અરજી પર ભાવનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે ત્રણ આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. યુવરાજસિંહનાં સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.


ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 21, એપ્રિલના રોજ SOG પોલીસે એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે ગુનો દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ સહિત તેમના બંને સાળા અને અન્ય ત્રણ ઈસમો સહિત કુલ છ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં આરોપી અલ્ફાઝ ઉર્ફે રાજુના જામીન મંજૂર થઈ ચૂક્યા છે. જ્યારે વધુ ત્રણની જામીન અરજી પર આજે ભાવનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.


Bhavnagar: ડમી ઉમેદવાર કાંડમાં આરોપીઓનો કુલ આંકડો 50એ પહોંચ્યો


ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત 3 આરોપીઓ પકડાયા છે. 


ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદમાંથી એક આરોપી અને અન્ય 2 તપાસમાં ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો 50એ પહોંચ્યો છે. 36 આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, 22 આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન 21 આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ 43 લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 42 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ 15 આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે