ભાવનગરઃ પતિ પત્નીનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ પૈકીનો એક ગણાય છે, પરંતુ હાલ નાની અમથી વાતમાં એકબીજા સાથે વાંકુ પડતાં એકબીજાનો પ્રાણ હરી લેતા હોય છે. આવી જ ઘટના ભાવનગરના પાલિતાણામાં બની છે. 30 વર્ષીય મહિલાને તેના જ પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
મળતી વિગત પ્રમાણે ભાવનગરના પાલિતાણામાં ઘર કંકાસના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી પાલિતાણા નજીક આવેલા રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે એક્ટિવાના આગળના ભાગે મૃતદેહ રાખી જઈ રહ્યો હતો. ત્યારે એક્ટિવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને શંકા જતાં ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કરતા તેણે એક્ટિવા ભગાવી મુક્યું હતું. બાદમાં ગ્રામજનોએ તેનો પીછો કરી રોહીશાળા ગામની સીમમાં ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસ તથા મામલતદાર સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
પાલિતાણામાં પત્નીની હત્યા કર્યા બાદ લાશને એક્ટિવા પર લઈ જતો હતો પતિ, લોકો જોઈ ગયાને પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Nov 2020 08:07 PM (IST)
પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસ તથા મામલતદાર સહિત કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -