ભાવનગરઃ ભાવનગરમા બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક પરીણિત યુવતીએ પોતાના પતિને પોતાના જ મામાની દીકરી સાથે શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપી લીધો હતો. યુવક સાળી સાથે કામલીલામાં વ્યસ્ત હતો ત્યારે પહોંચેલી યુવતીએ બંનેને નગ્નાવસ્થામાં ઝડપી પાડ્યાં હતાં. યુવતીએ મહિલા હેલ્પલાઈન 181 અભયમને જાણ કરતાં કાઉન્સેલર્સે સાળીને સમજાવી હતી પણ તેણે બનેવી સાથે સંબંધો તોડવાનો ઈન્કાર કર્યો હતો. સાથે સાથે પોતે બનેવી સાથે જ લગ્ન કરશે એવી જીદ પકડી રાખતાં છેવટે 181 હેલ્પલાઈને પોલીસને કેસ સોંપ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, શહેરની એક યુવતીએ પાંચ વર્ષ પહેલા લવમેરેજ કર્યાં હતાં. લગ્ન પછી દીકરો પણ જન્મ્યો હતો પણ પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાથી બે વર્ષના દિકરા સાથે યુવતી પોતાના પિયરમાં રહેવા આવતી રહી હતી. સ્વાભિમાની યુવતી હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
દરમિયાનમાં યુવતીના પતિને મહિલાના મામાની દિકરી એવી બહેન સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને એકાંતમાં મળીને શરીર સુખ માણતાં હતાં. યુવતીને પતિના બહેન સાથેના અનૈતિક પ્રેમ સંબંધની જાણ થતાં બનેવી અને સાળીના અનૈતિક પ્રેમસંબંધની પોલ ખોલવા યુવતીએ રવિવારે બપોરના સમયે મામાકોઠાર રોડ પાસેના એક મકાનમાં રેડ કરી હતી. યુવતીએ બંનેને શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપી લઈ મહિલા હેલ્પલાઈનની મદદ લીધે હતી.
મહિલા હેલ્પલાઈન 181ના કાઉન્સેલર હીનાબેન મકવાણા, કોન્સ્ટેબલ પૂર્ણાબા જાડેજા અને પાયલોટ અતુલભાઈ સ્થળ પર જઈ સાળીને સમજાવી. જો કે તેણે મારે આની સાથે જ પરણવું છે તેવી જીદ પકડી હતી. યુવકે પણ પોતાને પત્નિ ગમતી નથી અને તેના બાળકનું પણ જે કરવું હોય તે કરો તેમ કહી હાથ ઉંચા કરી લીધાં હતા. 181ની ટીમે ભારે સમજાવટ કરી હતી પણ બંને ના માનતાં છેવટે 181ની ટીમે સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં જાણ કરી તેમને પોલીસને સોંપ્યા હતા.