Bhavnagar: ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમા બે કોમ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં સગીરાનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમા બે કોમ વચ્ચે કોઇ મુદ્દે જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક સગીરાનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, ખાનગી કંપનીના ટાવરની લીઝ મુદ્દે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો વણસી જતા મારામારી સુધી પહોંચ્યો હતો. આ મારામારીમાં રાધિકા બારૈયા નામની 16 વર્ષની સગીરાનો ભોગ લેવાયો. તો અન્ય એક વ્યકિતને પણ ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો. હત્યાના બનાવને પગલે પાલિતાણા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલે પોલીસે સાત વ્યક્તિઓની અટકાયત કરી હતી.
Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયાબેન ગોકાણી
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સોનિયાબેન ગોકાણીની વરણી કરવામાં આવી છે. સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે. સોનિયાબેન ગોકાણીએ ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટમાં અનેક સીમા ચિન્હરૂપ ચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. જો કે, સોનિયાબેન ગોકાણી 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી જ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે. તેઓ 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે નિવૃત્ત થશે.
અમદાવાદના જગન્નાથ મંદિર પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો
અમદાવાદ: શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મૃતક યુવાન મહેસાણાના માલપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે છરીના ઘા મારી હત્યા કરેલી અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હવે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા ક્યા મામલે અને કોણે કરી તેને લઈને રહસ્ય ઘેરાયું છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
લગ્નની કંકોત્રી આપવા જતાં દાહોદના પરિવારને નડ્યો અકસ્માત
ટ્રક અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ભીલકુઆ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના સુખસરના કલાલ પરિવાર લગ્ન માટેની કંકોત્રી આપવા જતા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો. આ અકસ્માતમા પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમની કાર્યવાહી માટે હોસ્પિટલે ખસેડ્યા છે. અકસ્માતની ઘટનાને લઈને શોકનો માહોલ સર્જાયો છે.
વિકાસની પોલ ખોલતી તસવીર આવી સામે
નસવાડી: કુકરદા ગામની સગર્ભા મહિલાને રસ્તાના અભાવે 108 સુધી પહોંચાડવા પરીવારજનો એક કીમી લાકડાની ઝોળીમાં ઉંચકીને રોડ સુધી લાવ્યા હતા. સમગ્ર ઘટના સ્થાનિક ગ્રામજને મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરતા વિકાસના દાવાની પોલ ખુલી છે. એક કીમી ઉંચક્યા બાદ ખાનગી જીપમાં 2 કીમી સુધી લાવ્યા પછી 108 માં સગર્ભાને સોંપી છતાંય અડધા રસ્તે 108 અંદર જ મહિલાને પ્રસુતી થઈ