Latest Bhavnagar News: ભાવનગર ભાજપમાં પોસ્ટર (poster war in Bhavnagar bjp) વોર શરૂ થયું છે. વિકાસના કામમાં (development) વિસંગતતા કારણે પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. લીઝ પટ્ટાની ફાળવણી તેમજ જમીન ફાળવણી જેવા મુદ્દાને લઈ વિસંગતતા છે. થોડા સમય પહેલા ભાજપના જ નગરસેવકો અને ભાજપના અન્ય હોદ્દેદારોએ શહેર સંગઠનના પ્રમુખને રજુઆત કરી હતી.
સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ ચર્ચાનો વિષય
ભાજપના નગરસેવકો અને અન્ય હોદ્દેદારો અને શહેર ભાજપ સંગઠન સામ સામા થઈ ગયા છે. ભાજપ પ્રમુખની તરફેણમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી તો તેની સામે નારાજ થયેલા નગરસેવકોના જૂથ દ્વારા પણ પોસ્ટ મુકવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ યુદ્ધ શરૂ થતાં ચર્ચાનો માહોલ બન્યો છે.
નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, પુરાણો, કથાઓ, ધાર્મિક ગ્રંથોમાં ઘણા લોકહિતના કાર્ય તથા લોકરક્ષા માટે યુદ્ધ કર્યા બાદ તેમને પરાક્રમી, સમ્રાટ, ચક્રવર્તી, શૌર્યવીર, ધરમવીર જેવા બિરૂદ મળતા અને આજે કેવો સમય આવ્યો ગમે તેવો મનસ્વી વ્યક્તિ ખાલી એક પદ બેસી જાય એટલે એ દુરંદેશી, ખબર નહીં કેટકેટલા યશી અને વસીના બિરૂદથી પોતાને બોલવાનું પસંદ કરે છ.
આ સિવાય અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું છે, હમણાં હમણાં ઉંદરડા અફીણ પીને શિયાળને બચાવા માટે લલકારવા બહુ મંડ્યા છે.
જેના પર નરેન્દ્ર સિંહ સોલંકીએ કહ્યું, નીતિ સાફ રાખો તો કોઈ દિવસ રણનીતિ નહીં ઘડવી પડે. બીજાને સાફ કરવાની ભાવનમાં કયારે આપણે સાફ થઈ જશું એની ખબર પણ નહીં પડે. આ સિવાય તેમણે અન્ય પોસ્ટ કરી છે કે, એટલા માટે હું પાછળ છું કેમકે મને હોશારી નથી આવડતી. લોકોને ભલે મારી વફાદારી ના સમજાય પણ મને સંગઠન સાથે ગદ્દારી નથી આવડતી.
ભાવનગર મનપાની સાધારણ સભામાં આજે સોમવારે ફરી ફેકટરી પ્લોટના લીઝપટ્ટાની મુદ્દત રિન્યુ કરવી અને ચિત્રામાં ઔદ્યોગીક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં જમીન ફેરફાર કરવાના ઠરાવ અંગે ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા હતા, જેના પગલે મહાપાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરવી પડી હતી. આ મામલે લાંબી ચર્ચા ચાલી હતી. સાધારણ સભામાં મેયર અને કોંગ્રેસ નગરસેવક વચ્ચે ચકમક થઈ હતી તેથી નગરસેવક જમીન પર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો, ત્યારબાદ કોંગ્રેસ નગરસેવકો સભા છોડી નિકળી ગયા હતાં. આ બેઠકમાં તમામ ઠરાવને બહાલી આપવામાં આવી હતી.