Shetrunji Dam: અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદના કારણે ગુજરાતમાં વિવિધ ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાઇ રહ્યો છે, અને કેટલાક ડેમો છલકાયા પણ છે. હવે આ કડીમાં ભાવનગરના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ભાવનગર જિલ્લા માટે શેત્રુંજી ડેમ જીવાદોરી સમાન ગણાય છે. 


ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે, પુષ્કળ આવક થઇ રહી છે, ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે, હાલમાં શેત્રુંજી ડેમમાં 34 હજાર 110 ક્યૂસેક પાણીની આવક ઉપરવાસમાંથી થઇ રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી અત્યારે 18.6 ફૂટ પર પહોંચી છે. ખાસ વાત છે કે, અમરેલી અને જેસર પંથક પડેલા ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પાણી આવ્યુ અને શેત્રુંજી ડેમની જળસપાટી વધી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી મોટો પાલિતાણા શેત્રુંજી ડેમ 34 ફૂટ પૂર્ણતઃ સપાટી પર છે. હાલમાં શેત્રુંજી ડેમ 50 ટકા જેટલો ભરાયો છે. 


શેત્રુંજી ડેમમાં પાણી વધતા પાલિતાણા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, શેત્રુંજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે. તે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. 


આગામી ત્રણ દિવસ 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી,મહારાષ્ટ્રથી કર્ણાટક રેડ એલર્ટ


ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર અને મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે નદીઓ વહેતી થઈ છે. યુપી, ગુજરાતથી લઈને બિહાર અને આસામ સુધીના ઘણા રાજ્યોમાં પૂરનો કહેર ચાલુ છે. દરમિયાન, હવામાન વિભાગે (Meteorological Department) સોમવારે યુપી સહિત 19 રાજ્યોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. મંગળવારે કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું (heavy  rain) રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 17-18ના રોજ, પૂર્વ રાજસ્થાનમાં 18ના રોજ, ઓડિશામાં 19ના રોજ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 18-19 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું  છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા, પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદની (heavy  rain) ચેતાવણી  જાહેર  કરી છે. છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતના વલસાડ અને નવસારીમાં ઘરોમાં અનેક ફૂટ પાણી ઘુસી ગયા છે. કેરળના સાત જિલ્લા અને કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રહી હતી.