Bhavnager: મહાનગરપાલિકામાં કૉંગ્રેસના સુપડા સાફ થતા આ દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યું, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2021 04:05 PM (IST)
ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી સ્પષ્ટ છે કે ભાજપની સાર્વત્રિક જીત થઈ છે. ભાવનગરમાં ભાજપે છેલ્લા 25 વર્ષમા આ વખતે ઇતિહાસ સર્જ્યો છે.
ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામથી સ્પષ્ટ છે કે ભાજપની સાર્વત્રિક જીત થઈ છે. ભાવનગર મનપામાં કૉંગ્રેસની હાર બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપી દિધુ છે. ભાવનગરમાં કોંગ્રેસની હાર બાદ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છે કે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો નિર્ણય શિરોમાન્ય છે. ભાવનગરમાં ભાજપે છેલ્લા 25 વર્ષમા આ વખતે ઇતિહાસ સર્જ્યો છે. 2010 માં સૌથી વધુ 41 બેઠકો મળી હતી આ વખતે રેકીર્ડ બ્રેક 44 બેઠક મેળવી છે. ભાવનગર મનપામાં કૉંગ્રેસને 8 બેઠકો મળી છે. રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ તમામ મહાનગર પાલિકામાં ભાજપની જીત થશે તેવું લાગી રહ્યું છે. ભાજપે 6 મનપામાંથી 5 પર કબ્જો કરી લીધો છે જ્યારે સુરતમાં આગળ ચાલી રહ્યો છે.