Bhavnagar Lok Sabha Seat: 98 રાજુલા વિધાન સભામાં ધારાસભ્ય હીરા સોલંકી ભાવનગર લોક સભા ચૂંટણી લડવાની સર્ચા ઉપરથી પડદો ઉંચકાયો છે. ધારાસભ્ય હીરા સોલંકી ભાવનગર નહીં જતા સમર્થકો ખુશ થયા અને ફટાકડા ફોડ્યા હતા. ભાવનગર લોકસભા બેઠક ઉપર નીમુબેન બાંભણીયાની ટિકિટ જાહેર થતા ખુશી વ્યક્ત કરી છે. રાજુલા જાફરાબાદ વિધાન સભાના ધારાસભ્ય હીરા સોલંકી ચાલુ રહેતા ફટાકડા ફૂટ્યા હતા. જાફરાબાદ શહેરમાં હીરા સોલંકીના કાર્યકરો સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. રાજુલા જાફરાબાદ વિધાન સભામા હીરા સોલંકી વર્ષોથી ધારાસભ્ય છે. મંત્રી પરષોત્તમ સોલંકીના નાના ભાઈ ધારાસભ્ય હીરા સોલંકી કોળી સમાજના પ્રભુત્વ વાળી બેઠક ઉપર ચિત્ર ક્લિયર થયું છે.
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે., જેમાં ગુજરાતની 7 બેઠકના નામ પણ જાહેર થયા છે.ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.
ભાજપની બીજી યાદી જાહેર
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
- ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
- સુરતથી મુકેશ દલાલને ટિકિટ
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
- વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ
ઉલ્લેખનિય છે કે,સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે.અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે.
પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (લખનૌ)ના નામ પણ સામેલ હતા.આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે.