Botad News: બોટાદના ગઢડા તાલુકાનું નિગાળા ગામ. જ્યાં રેલવે સ્ટેશન પર ચાર લોકોએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. અમદાવાદથી ભાવનગર ટ્રેન નિગાળા રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે જ 22થી 25 વર્ષની વયના બે મહિલા અને બે પુરૂષે ચાલુ ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું. ટ્રેનની નીચે આવી જતા ચારેય વ્યકિતના મૃત્યુ નિપજ્યા છે. મૃતકો એક જ પરીવારના હોવાનું અને ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.


મૃતકોમાં મંગાભાઈ વિજુડા, તેનો પુત્ર જીજ્ઞેશ ઉર્ફે જીગાભાઈ, પુત્રી સોનલબેન ઉર્ફે સોનીબેન અને રેખાબેન ઉર્ફે રાધીબેનનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત 15 ઓગષ્ટના મંગાભાઈને તેમના કૌટુંબિક ભાઈ સાથે ઝઘડો થયો હતો. બોલાચાલીમાં મામલો મારામારી પર પહોંચ્યો હતો અને મંગાભાઈ પર IPCની કલમ 307 હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મૃતક મંગાભાઈનો 10 દિવસ પૂર્વે જ જામીન પર છૂટકારો થયો હતો.


બોટાદમાં નિગાળા ગામ પાસે એક જ પરીવારના ૪ લોકોના આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આત્મહત્યા કરનારા ચારેય લોકો ૩૦૭ના ગુનામાં જેલમાં હતા. જો કે મૃતકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે 6 માસ પહેલા મૃત્યું થયું હતું. મૃતક મંગાભાઈને આર્થિક અને માનસિક અપસેટના કારણે તેઓએ પિતા, પુત્ર અને બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


મૃતક મંગાભાઈએ આર્થિક અને માનસિક અપસેટના કારણે તેઓએ તેના પરીવાર સાથે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.