ભાવનગરમાં આટા મીલના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા કરેલ હાલતમાં કિશોરની લાશ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીનું નામ પલ વાઢીયા છે. ઘટનાને પગલે એ.ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
Bhavnagar News: યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થવા માંગેલા સમયે અંગે જાણો ભાવનગર રેન્જ IGએ શું લીધો નિર્ણય
Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તેઓ તબિયત ખરાબ હોવાનું કહી હાજર થયા નહોતા. હવે આ મામલે ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરી નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાને હાજર થવા સમન્સ આપ્યું હતું. જે બાદ યુવરાજસિંહ જાડેજાએ હાજર થવા સમય માગ્યો હતો. હવે 21 તારીખે 12 વાગે હાજર થવા યુવરાજસિંહને બીજું સમન્સ આપવામાં આવ્યું છે. યુવરાજસિંહ ઉપર થયેલા આક્ષેપ અંગે તેમનો પક્ષ જાણવો જરૂરી છે. બિપીન ત્રિવેદી પોલીસ પાસે છે, પૂછપરછ ચાલે છે. બિપીન ત્રિવેદીએ આપેલી માહિતી અંગે પુરાવાઓ પણ પોલીસે મેળવ્યા છે.
સુરતમાં રમતા રમતા 4 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
સુરત: શહેરની બમરોલી ખાડીમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું છે. બમરોલી ખાડી પાસે ૨મી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઇ ગયો હતો. દુર્ઘટના અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે મૃતક બાળકના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સુરતના પાંડેસરા ખાતે રહેતા ૪ વર્ષીય જીતા રામદેવ ચોરાઇ તેના ત્રણ મિત્રો ૯ વર્ષીય હિમાંશુ, પ વર્ષીય હંશ અને ૭ વર્ષીય ગોલુ સાથે ઘરેથી રમતાં ૨મતાં બમરોલી ખાડી સુધી પહોંચ્યા હતા. બપોરેના ૧૧ વાગ્યાના સુમારે આ ચારેય મિત્રો પૈકી જતા ચોરાઇ નામનો ચાર વર્ષીય બાળક બમરોલી ખાડીમાં પડી ગયો હતો. જે અંગે ત્યાંથી પસાર થઇ રહેલા સ્થાનિકને જાણ 1 થતાં તેઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. દુર્ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ત્વરિત જીતા ચોરાઇને સારવાર અર્થે સિવિલ હોલ્જિટલમાં ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કરતાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.
દુર્ઘટના અંગે તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચારેય બાળકો પૈકી એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણેય બાળકો ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સિવિલ હોલ્બિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના માતા પિતાનું નામ ઠામ પુછીને પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘરેથી રમવા માટે નીકળેલા બાળકો ખાડી કિનારે પહોંચ્યા હતા અને હાલ તેઓના પરિવારજનોની પણ ભાળ ન મળતાં પોલીસ દ્વારા પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં માસુમ બાળકોના પરિવારજનોની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે