Group Clash: ભાવનગરમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના ઘટી છે, ગઇકાલે શહેરમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી, હથિયારો લઇને સામ સામે આવેલા બે જૂથોના હૂમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, ગઇકાલે ભાવનગર શહેરમાં આડોડીયા વાસ દીપક ચોકમાં ેક જોરદાર જૂથ અથડામણની ઘટના ઘટી હતી. અહીં જુગાર રમવાની વાતને લઇને ઝઘડો થયો હતો, ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જુગાર રમવાની ના પાડતા મામલો બીચક્યો હતો અને બાદમાં મારામારી થઇ હતી. આ મામલો વધુ ઉગ્ર બનતાં બન્ને જૂથો હથિયારો લઇને આવી ગયા અને આમને સામને મારામારી કરવા લાગ્યા હતા. આ  જૂથ અથડામણની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, પોલીસ ઘટના સ્થળે આવી જતા મામલો થાળે પડ્યો હતો, તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા ભાવનગર સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તંગ વાતાવરણને થાળે પાડવા માટે પોલીસનો મોટા પાયે કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


સબજેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે ગેન્ગવૉર


જેલમાં કેદીઓની મારમારીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે, પરંતુ કેદીઓ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના ભાગ્યે જ બને છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સબજેલમાં ઘટી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર મારમારી થયાની ઘટનાથી જેલ તંત્ર દોડતુ થયુ છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરની સબજેલ ફરીથી મારામારીની ઘટનાથી ચર્ચામાં આવી છે. સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા કાચા કામના કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ પછી મામલો ઉગ્ર બન્યો અને બે કેદીઓમાની લડાઇ બે જૂથોમાં ફેરવાઇ ગયો હતો, બે જૂથો વચ્ચે જેલમાં ગેન્ગવૉર જેવી ઘટના બની ગઇ હતી. આ ઘટના બાદ સેબજેલમાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. ખાસ વાત છે કે, જ્યારે બે કેદીઓના જૂથો વચ્ચે મારામારીની ઘટના ઘટી ત્યારે સબજેલમાં જેલર સ્ટાફ હજાર હતો છતાં આ ઘટના ઘટી હતી. 


                                                                        


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial