ભાવનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિનો વધુ એક મોટો ચહેરો આજે રાજકારણમાં પ્રવેશ કરશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અને હાર્દિક પટેલના નજીકના સાથીદાર મનાતા અલ્પેશ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. ભાવનગરના ગારિયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે.


સૌથી મહત્વની વાત તો એ છે કે અલ્પેશ કથીરિયા એવા સમયે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો કોને બનાવવો તેને લઈને લોકોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે. અલ્પેશ અને હાર્દિકના સાથીદાર અને PAASના નેતા ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે. અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. abp અસ્મિતા સાથેની ટેલીફોનીક વાતમાં અલ્પેશે સમાચારને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં જોડાઈશ.


Gujarat Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો


Gujarat Election 2022: ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રાધિકા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાના સુપુત્રી છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ કમેટીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા 138 જેતપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે. નોંધનિય છે કે, આ બેઠક ઉપર વિપક્ષ નેતા સુખરામ રાઠવા વર્તમાન ધારાસભ્ય છે.


1 માર્ચ પછી વીજળીનું બિલ નહીં ભરવું પડેઃ કેજરીવાલ


તેમણે કહ્યું કે, સરકાર બનશે એટલે અમે લોકો ભ્રષ્ટાચાર બંધ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાત સરકારને જનતા અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષ રૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા. મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને પણ  નહીં ચાલશે. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યારબાદ સરકારી કચેરીમાં  પૈસા નહિ આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે.  1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ,1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઘરે કોઈ બીમાર હશે તો એનો ઈલાજના પૈસા પણ સરકાર આપશે.