ભાવનગરમાં વરસાદી માહોલ, પાલીતાણા, બગદાણા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ
abpasmita.in | 21 Jul 2019 04:37 PM (IST)
ભાવનગરના વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરના જેસરમાં 1.5 ઇંચ પડ્યો હતો.
ભાવનગર: ભાવનગ જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જોમ્યો છે. ભાવનગર શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છે. ભાવનગર જિલ્લાના પાણીતાણા અને બગદાણામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તેમજ બગદાણા પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને પવન સાથે પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં ફરી વરસાદનું આગમન થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છે. ભાવનગરના વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરના જેસરમાં 1.5 ઇંચ પડ્યો હતો.