ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ વધુ બુલંદ બની છે. વિવિધ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો એકઠા થઈને જય શ્રી રામના સૂત્રધાર સાથે વિરોધ કરી રહ્યા છે. એક દાયકા જૂની માંગ સરકાર દ્વારા સ્વીકારમાં ન આવતા શહેરીજનોએ જાતે જ અનેક વિસ્તારમાં સ્વેચ્છિક હિન્દુ સોસાયટીઓ જાહેર કરી દીધી છે અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આગામી દિવસોમાં સરકાર અશાંત ધારાની માંગ સ્વીકારશે નહીં તો હિન્દુ સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે.


ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં હિન્દુ સોસાયટીમાં વિધર્મીઓના પગ પેસારાને લઇ ફરી એક વખત અશાંતધારાની માંગ બુલંદ બની છે. ગઈકાલે ગીતા ચોક વિસ્તારના સ્થાનિક હિન્દુ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. સાથે જ મશાલ રેલી પણ કાઢવામાં આવી હતી અને સરકારને વહેલામાં વહેલી તકે ભાવનગરના મોટાભાગના વિસ્તારમાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં અશાંત તારાની માંગ આજકાલથી નહીં પરંતુ એક દાયકાથી ચાલી રહી છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ વાતને સ્વીકારવામાં નહીં આવતા વારંવાર હિન્દુ સંગઠનના લોકો સરકાર સામે મોરચો માંડે છે અને અશાંત ધારો લાગુ કરવા માટીની માંગ મૂકી રહ્યા છે.


અગાઉ પણ વિવિધ વિસ્તારમાં હિન્દુ સંગઠન દ્વારા હિન્દુ સોસાયટી જાહેર કરીને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં શહેરના ગીતા ચોક વડવા વિસ્તાર ઘોઘા સર્કલ, નીલમબાગ, જવેલર્સ સર્કલ તેમજ બોરતળાવ વિસ્તારમાં બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ અનેક વિસ્તારમાં જય શ્રી રામના નામની ધ્વજા પણ લગાવીને હિન્દુ સોસાયટી તરીકે જાહેર કરી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ભાવનગરની માંગ પણ એક દાયકા જૂની છે. જેના અનેક એવિડન્સ સાથે અને રજૂઆતો દ્વારા રાજ્યના ગૃહ મંત્રી, મુખ્યમંત્રી પત્ર લખીને પણ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. શહેરમાં કોમી એખલાસ્તા જળવાઈ રહે માટે ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી બન્યો છે.


શહેરના અનેક વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ સોસાયટીમાં ઉચા ભાવે મિલકત ખરીદીને પગપેસારો કરવામાં આવી રહ્યો છે તેવી પણ ફરિયાદ થઈ રહી છે. અનેક હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા માસ- મચ્છી- મટન રોડ પર ફગાવી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવતા વિવિધ વિસ્તારના લોકોએ અશાંત ધારો લાગુ કરવા માટેનો મોરચો સરકાર સામે માંડી દીધો છે. આગામી બે દિવસમાં વિવિધ હિન્દુ સંગઠનો ભેગા મળીને સરકાર સામે રણનીતિ ઘડશે અને ત્યારબાદ અશાંત ધારો લાગુ કરવાની માંગ મુકશે.