ભાવનગર: ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પરિણામોમાં છબરડા થયાનો આક્ષેપ સાથે યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં જ જાહેર થયેલા બીકોમ સેમેસ્ટર 6ના પરિણામોમાં છબરડા થયા હોવાનો આક્ષેપ થયા છે.
યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 6 માં 70% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેને લઇ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ NSUI કાર્યકર્તઓ દ્વારા રજૂઆત કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા.
કુલસચિવને રજૂઆત કરી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોના ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
Rain: રાજ્યમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?
અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસાના આગમનને હજુ સમય લાગશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસુ હજુ પણ દક્ષિણ ભારતમાં જ છે. હાલમાં રાજ્યમાં કોઇ સિસ્ટમ સક્રીય નથી. તે સિવાય હવામાન વિભાગે પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગના મતે હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી સંભાવના છે. જોકે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીમાં રાહત મળી શકે છે. હાલમાં વરસાદની સિસ્ટમ દક્ષિણના રાજ્યોમાં સક્રીય છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો
બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. સાથે જ બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતામાં ધોધમાર વરસાદના કારણે સિવિલ હૉસ્પિટલમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા સગર્ભા મહિલાને ખસેડવાની ફરજ પડી. ડિલીવરી બાદ સગર્ભાને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. દર્દીને શિફ્ટ કરવા ટ્રેકટરની મદદ લેવી પડી હતી. દાંતાના આગેવાને ટ્રેકટર મંગાવીને મહિલા દર્દીને બહાર કાઢ્યા હતા. ભારે વરસાદમાં દર વર્ષે સિવિલમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
- બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો
- બનાસકાંઠાના અમીરગઢમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના વિજયનગરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના પોશિનામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ
- સાબરકાંઠાના વડાલીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ
- સતલાસણા, ફતેપુરામાં વરસ્યો એક એક ઈંચ વરસાદ
- ઈડરમાં એક, તો ભિલોડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
- કડી, ધનસુરા, તલોદમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ
- માલપુર, સંતરામપુરમાં પણ વરસ્યો સામાન્ય વરસાદ
અંબાલાલ પટેલની આગાહી
હાલમાં જ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.