ભાવનગરઃ ભાવનગરમાં કૌટુંબિક દિયરે ભાભીની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં વરતેજ પાસેના વાવડી ગામમાં દિયરે ભાભી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ભાભી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે કૌટુંબિક દિયરે ભાભીને ઘરે બેસવા બોલાવ્યા હતા.
દરમિયાન ભાભીની એકલતાનો લાભ લઇને દિયરે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી દિયરે ભાભીને ધમકી આપી હતી કે જો તે કોઇને આ વાત કરશે તો જાનથી મારી નાખશે. જો કે બાદમાં પીડિતાની ફરિયાદના આધારે આરોપી દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ઠંડા પીણામાંથી નીકળી ગરોળી, મેકડોનાલ્ડ તાત્કાલિક સીલ કરાયુ
અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડમાંથી લેવામાં આવેલા કોલ્ડ્રિંક્સમાંથી ગરોળી મળી આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી બંધ કરી છે. મળતી જાણકારી અનુસાર, શનિવારે બપોરના સમયે ગ્રાહકે કોલ્ડ્રિંક્સ મંગાવી હતી. જેમાં ગરોળી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બાદમાં આ અંગે મનપાની આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી હેલ્થ વિભાગે હાજરીમાં આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યુ હતું જ્યારે મેકડોનાલ્ડને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યુ હતું. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.
SPGના લાલજી પટેલે હાર્દિક પર સાધ્યું નિશાન
એસપીજીના વડા લાલજી પટેલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર અને હાર્દિક પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે પાટીદાર આંદોલન સમયના કેસોને લઈ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળી રજૂઆત કરીશું અને જો સમાજના મુદ્દા નહીં ઉકેલાય તો વોટની તાકાત બતાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.સાથે જ લાલજી પટેલે કોગ્રેસ છોડી ચૂકેલા હાર્દિક પટેલ પર નિશાન સાધ્યું હતું. લાલજી પટેલે કહ્યું હતું કે લોકો રાજકારણમાં જોડાયા પણ સમાજના પ્રશ્નો ઠેરના ઠેર છે.