Mega Demolition: રાજ્યમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ફરી વળ્યુ છે, આ વખતે દાદાના બૂલડૉઝરની કામગીરી ભાવનગર શહેરમાં શરૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહેલા શહેરના બોરતળાવ વિસ્તારમાં આ મેગા ડિમૉલેશન શરૂ કરાયું છે, હાઇકોર્ટના ચૂકાદા બાદ આજે રૉડ પરથી ચાર મંદિર અને એક મસ્જિદ સહિતના દબાણોને દુર કરાયા છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમયે 70થી વધુ પોલીસ જવાનનો કાફલો સાથે રાખવામાં આવ્યો હતો. 


છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં ચાલી રહેલા વિવાદ પર આજે પાલિકા દ્વારા મોટુ એક્શન લેવામાં આવ્યુ છે. શહેરમાં આવેલા બોરતળાવ વિસ્તારમાં આજે ભાવનગર મહાનગર પાલિકાની ટીમે મેગા ડિમૉલેશનની કામગીરી શરૂ કરી છે. શહેરમાં આવેલા બોરતળાવ ધોબી સોસાયટી વિસ્તારથી બેન્ક કૉલોની તરફ જવાના રસ્તા પર દબાણ હટાવવામાં આવ્યુ છે. અગાઉ આ રૉડ પરના દબાણને લઇને હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી, અને લાંબા સમય બાદ તેનો ચૂકાદો મહાનગરપાલિકાના તરફેણમાં આવ્યો હતો, જે પછી આજે શહેરમાં મેગા ડિમૉલેશન શરૂ કરાયુ હતું. આ દરમિયાન તંત્ર દ્વારા રૉડ પરના ચાર મંદિરો અને એક મસ્જિદને પણ તોડી પડાઇ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાની ટીમની સાથે 70થી વધુ પોલીસ જવાનોને સાથે રખાયા હતા. 


આ પહેલા કચ્છમાં પણ ચાલ્યું હતુ 'દાદાનું બૂલડૉઝર' 


કચ્છમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ફરી વળ્યુ છે, આ વખતે આ કાર્યવાહી બે દરગાહ પર કરવામાં આવી છે, કચ્છના કંડલામાં ગેરકાયદે જમીન પર બનેલી ત્રણ દરગાહને આજે તોડી પડાઇ છે, આ પહેલા કચ્છ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક વિસ્તારોમાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડૉઝર કાર્યવાહી શરૂ કરી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ કડીમાં આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યુ છે. કચ્છ જિલ્લાના કંડલામાં ગેરકાયદે નિર્માણોને તોડી પડાયા છે. શહેરના દરિયાકાંઠાના તુણામાં રૉડ પર આવેલા કેટલાક ધાર્મિક સ્થળો પર દબાણો દુર કરાયા છે. આ કાર્યવાહી દરમિયાન નાગેશાપીરની દરગાહ, હાજીપીરની દરગાહ પર બૂલડૉઝર ફરી વળ્યુ છે, બન્ને દરગાહોને તોડી પડાઇ છે. શહેરની વલીશાપીરની દરગાહ પર પણ બૂલડૉઝર ચાલ્યુ છે.