ભાવનગર : મોરારિ બાપુએ અયોધ્યા રામમંદિરના નિર્માણમાં 5 કરોડ 5 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે. ભાવનગરમાં પીઠોરિયા હુનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.


રામ મંદિરના નિર્માણ માટે મોરારી બાપૂ તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવશે જ્યારે શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. મોરારી બાપુ તરફથી 5 લાખ અને શ્રોતાઓ અને ભક્તો તરફથી 5 કરોડ અયોધ્યા મંદિર મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરમાં પીઠોરિયા હનુમાન મંદિરમાં ચાલતી કથામાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. આજે પ્રધાનમંત્રીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે 11.30 કલાકે વાગે અયોધ્યા પહોંચશે. જે બાદ પ્રથમ વખત રામજન્મ ભૂમિ રવાના થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થશે.