ભાવનગર:  અમરેલી વલ્લભીપુર રોડ પર ડેડકડી ગામ નજીક કાળમુખા ટ્રકે ઘેટાં બકરાં ચરવતા ગોવાળને અડફેટે લેતાં મોત નિપજ્યું છે. ડેડકડી ગામ નજીક ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા આધેડ વયના ગોવાળનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ વશરામ ભાઈ બુધેલિયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉનાળામાં માલ ઢોરને ઘાસચારોના મળતા પેટીયું રળવા માલધારી પરિવાર ડેડકડી આવ્યો હતો. મૃતદેહને પી.એમ અર્થે ઉમરાળા હોસ્પિટલે ખસેડાયો છે.


સુરતમાં બેફામ દોડતા ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા 28 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત


સુરત: શહેરમાં ફરી એકવાર બેફામ દોડતા ટ્રકે એકનો ભોગ લીધો છે. ભાઠેના સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર નજીક ટ્રકની અડફેટે આવતા મોપેડ સવારનું મોત નિપજ્યું છે. બેફામ દોડતા ટ્રકે મોપેડને પાછળથી એટલી જોરથી ટક્કર મારી કે, ૨૮ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


ગોંડલમાં મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર


રાજકોટ: જિલ્લાના ગોંડલના મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા પીધી હતી. ટડા સાંગાણી રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા અને મુથુટ ફાઈનન્સમાં નોકરી કરતા હરેન જાની નામના યુવકે ઝેરી દવા પીધી હતી. ખાંડાધર રોડ પર પોતાની કારમાં ઝેરી દવા પિતા સ્થાનિકો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


ફરજ બજાવીને પરત ઘરે જતાં GRD જવાનનું હાર્ટ અટેકથી મોત


બોટાદ:હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. વધુ એક યુવકનું હાર્ટ અટેકથી અચાનક જ મોત થયું છે. બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45વર્ષિય  કાનજીભાઇ થડવાઇને હાર્ટ અટેકના કારણે મોત થયું છે. નાની વયના લોકોમાં હાર્ટ અટેકથી મોતની આજકાલ અવારનવાર ઘટના બની રહી છે. સુરતમાં સતત ત્રીજા દિવસે હાર્ટ અટેકથી મોતની ઘટના બની છે. સુરત બાદ બોટાદના ગઢડામાં જીઆરડીમાં ફરજ બજાવતા 45 વર્ષિય કાનજીભાઇને હાર્ટ આવતા મોત થઇ ગયું, ગઢડા ના ટાટમ ગામે રાત્રી દરમ્યાન ફરજ બજાવી ઘરે ફરતા સમયે પોતાના ગામના  ગોરડકા બસ સ્ટેન્ડ નજીક  પહોંચતાં  જ અચાકન તેમને હાર્ટ એટેક આવી જતાં પોલીસસ કર્મીનું મોત નિપજ્યું છે. પોલીસ કર્મીના મોતના સમાચારથી પરિવાર અને પોલીસ બેડમાં શોક વ્યાપી ગયો છે.