Paper leak: ભાવનગર યુનિવર્સિટીના પેપર લીક મામલે મોટો ખુલાસો, જાણો કોના મોબાઇલમાંથી ફોટો થયો લીક?

ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે

Continues below advertisement

ભાવનગરઃ ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, જી.એલ કાકડીયા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલમાંથી પેપરનો ફોટો લીક થયો હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલિત હેઠળ ચાલતી જી.એલ કાકડીયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી છે. અમિત ગાલાણી ઉપરાંત કાળીયાબીડ અને ભરતનગરના વિદ્યાર્થીઓની પણ પોલીસે અટકાયત કરી છે. જો કે ઇન્ચાર્જ પ્રિન્સિપાલે લુલો બચાવ કર્યો હતો કે વાલી સાથે વાત કરવા ફોન આપતા તેમાંથી વિદ્યાર્થીએ ફોટો વાયરલ કર્યો હતો.

Continues below advertisement

Bhavnagar:  ભાવનગર યુનિવર્સિટીમાં બી કોમ સેમે-6નું પેપર લીક થયાનો દાવો, જાણો વધુ વિગતો

ભાવનગર:  ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયાના મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે EC સભ્ય અને સબરજીસ્ટર દ્વારા પેપર લીકને લઈ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કમિટી દ્વારા 1-એપ્રિલનાં રોજ 14 કેન્દ્ર પર લેવાયેલી પરીક્ષાના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આજ મામલે ABVP અને NSUI પણ મેદાનમાં ઉતર્યું છે. 

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીમાં ચાલતી પરીક્ષાઓમાં ગત શનિવારે બપોરે એક પેપર લીક થયાનો દાવો કરવામાં આવતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે.  પોલીસ મથક સુધી આ મામલો પહોંચ્યો છે.  ભાવનગર યુનિવર્સીટીમાં શનિવારે બપોરે 3 વાગે બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર હતું.  જે પેપરના થોડા સમય પહેલા જ મોબાઈલમાં વાયરલ થયું છે તેવો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ વિદ્યાર્થી નેતાએ વોટ્સએપના સ્ક્રીન શોટ લઇને પોતે ટ્વીટ કર્યું હતું.  આ ઘટનાની જાણ સરકારમાં પણ તેમણે કરી હતી. 

પેપર લીકના મામલે ભાવનગર યુનિવર્સીટીનું તંત્ર સફાળું જાગ્યું છે અને પોલીસમાં આ મામલે અરજી આપી તપાસની માંગ કરી છે. સત્તાધીશો દ્વારા 3 સભ્યોની કમિટી બનાવી છે આ કમિટીમાં રજીસ્ટાર  અને 2 EC સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ કમિટી જે 10 દિવસ માં અહેવાલ ઉપ કુલપતિ ને રજૂ કરશે.  આ ઉપરાંત યુનિવર્સીટીના સંચાલકો એ 14 સેન્ટરો કે જ્યાં પરીક્ષા લેવાય છે ત્યાંના સી.સી.ટી.વી ફૂટેજ પણ પોલીસ ને આપ્યા છે.

ભાવનગર યુનિવર્સીટીની આ પરીક્ષામાં કુલ 2700 વિધાયર્થીઓ પરીક્ષા આપી હતી.  જેમાં બોટાદ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.  પોલીસે હવે તપાસ હાથ ધરી છે બીજી-બાજુ ABVP અને NSUI દ્વારા આ મામલે પરીક્ષા નિયામકને આવેદનપત્રો આપી ને પેપર લીક કરનારા સામે કડક હાથે કામ લેવા માંગ કરી છે. આ ઉપરાંત એન.એસ.યુ આઈએ આ પરીક્ષા રદ કરવા પણ માંગ કરી છે. જો કે યુનિવર્સીટીના સત્તાધીશોનું કહેવું છે કે હવે સમગ્ર મામલો પોલીસને સોંપી દેવાયો છે અને પોલીસ આગળની તપાસ હાથ ધરશે

Continues below advertisement
Sponsored Links by Taboola