ભાવનગર: આખરે  લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.  આ અંગે પોલીસે કહ્યું કે,  યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે.


આ મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવરાજની સાથે સાથે શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


યુવરાજ અને તેમના સાથીઓ સામે કલમ 288,286 અને 120બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કલમો અંગે વાત કરીએ  388 - વ્યક્તિને દબાણ કરીને પૈસા ઉઘારવા નો ગુન્હો સામેલ છે. આ કલમ હેઠળ આજીવન કેદ ,10 વર્ષ કે તેનાથી વધુની સજા થઇ શકે છે અને આ ગુન્હો બિનજામીનપાત્ર છે.


 જ્યારે 120 B  - સ્વતંત્ર કલમ . ષડ્યંત્રની કલમ , આજીવન કેદ ,10 વર્ષ કે તેનાથી વધુની સજા થઇ શકે છે  અને આ કલમ પણ જામીનપાત્ર છે. નોંધનીય છે કે, પોલીસ ફરિયાદી બને એટલે કોર્ટમાં સમાધાનની શક્યતા રહેતી નથી.


યુવરાજસિંહ અને તેમના માણસોએ 1 કરોડ રુપિયાની ખંડણી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફરીયાદ નોંધાયા બાદ પોલીસ સત્તાવાર માહિતી આપશે. કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.


 



 ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી આજનું સમન્સ આપ્યું હતું. આજે ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી છે. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે. 2 કાગળમાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે. યુવરાજસિંહને નાણાકીય વ્યવહાર અંગે પૂછ્યું ત્યારે તેમણે યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. પોલીસ પાસે જે હકીકત હતી તે તેમને આપી. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી  રૂ. 1 કરોડ જબરદસ્તીથી કઢાવ્યા.