ભાવનગરઃ ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થશે. યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચી રહ્યા છે.  યુવરાજસિંહે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.


ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.


યુવરાજે કહ્યું હતું કે 2004થી ડમીકાંડનું કૌભાંડ ચાલે છે. આ ડમીકાંડથી અનેક લોકો અધિકારીઓ બની ગયા છે. સરકાર આરોપીને સાક્ષી બનાવી અમને સમન્સ પાઠવે છે. ભાજપનો ખેસ પહેરનારાઓને સમન્સ પાઠવવામાં આવતા નથી. કૌભાંડીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળના તત્કાલિન ચેરમેન અસીત વોરાને સમન્સની યુવરાજની માંગ છે.


પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા હતા. યુવરાજસિંહે જીતુ વાઘાણીના નામનું સમન્સ નીકાળવા માંગ કરી હતી. અવધેશ, અવિનાશ, જસુ ભીલના નામનું સમન્સ નીકળવું જોઇએ. પંચાયત સેવા પસંદગી મંડળના તત્કાલિન અધ્યક્ષનું નિવેદન પણ લેવું જોઇએ.યુવરાજ સિંહે વધુ 30 નામો પોલીસને આપવાનો દાવો કર્યો હતો.


યુવરાજસિંહે કહ્યું કે પૂર્વ ગૃહરાજ્યમંત્રી, વર્તમાન મંત્રીને અનેક પુરાવા આપ્યા છતાં કાર્યવાહી નહી. યુવરાજે દાવો કર્યો હતો કે મને પક્ષનો ખેસ પહેરાવવાનો પ્રયાસ થયો હતો.


Bhavnagar News: ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, વધુ 6 લોકોની કરી અટકાયત, જુઓ લીસ્ટ


Bhavnagar News: ભાવનગર પોલીસે નોંધેલી વ્યાપક ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે. કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.  તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. ડમી કૌભાંડમાં ફરિયાદ સિવાયના નવા ચાર આરોપીઓ પકડાયા છે.


નીચે મુજબનાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી


1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી. 


2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા )  રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ હતી