Bhavnagar News: ભાવનગર પોલીસે નોંધેલી વ્યાપક ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે. કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.  તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. ડમી કૌભાંડમાં ફરિયાદ સિવાયના નવા ચાર આરોપીઓ પકડાયા છે.


નીચે મુજબનાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી


1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી. 


2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા )  રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ હતી. 


3. પાર્થ ઇશ્વરભાઇ જાની ઉ.વ.૨૩ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૨, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપેલ હતી. 


4. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-૨૦૨૨માં વન રક્ષકની પરીક્ષા આપેલ હતી. 
 
5. રમેશભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા)  રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળાએ આરોપી નં.૨૮ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે  સને-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી. 


6. રાહુલ દિપકભાઇ લીંબડીયા ઉ.વ.૨૩ ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ, ભીમડાદ તા.ગઢડા જી.બોટાદવાળાએ આરોપી નં.૧૩નાં ડમી ઉમેદવાર તરીકે તા.૨૬/૦૩/૨૦૨૨નાં રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપેલ હતી.


અચાનક મીડિયા સામે હાજર થયા યુવરાજસિંહ


આવતીકાલે પોલીસ સામે હાજર થાય તે પહેલા અચાનક વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા મીડિયા સામે આવ્યા હતા.  વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતી તે જાહેર કરું છું. ઋષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે.