ભાવનગરઃ ભાવનગરમાં બે બિલ્ડરને 30 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના બે બિલ્ડરોને ગ્રાહકોને પુરતી સેવા નહી આપવા બદલ 30 દિવસની સજા ફટકારાઇ હતી. બાબુ બારૈયા અને હસમુખ મેર નામના બિલ્ડરને સજા ફટકારાઇ હતી. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી  ઓથોરિટીના હુકમના અનાદર બદલ જેલની સજા કરાઇ હતી. બિલ્ડરો સામે રહેવાસીઓએ લિફ્ટ, પાર્કિગ અને નબળા બાંધકામ અંગેની ફરિયાદ કરી હતી.


ગુજરેરાના હુકમનો અનાદર  કરી મકાન ખરીદનાર નાગરિકોને નબળા બાંધકામ, પુરતી સુવિધાઓ પુરી ના પાડવા બદલ ભાવનગરના બિલ્ડર્સને 30 દિવસ કેદની સજા ફટકારવામાં આવી છે, તેવું ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટીના સચિવની યાદીમાં જણાવ્યું હતુ.


આ યાદીમાં જણાવ્યું હતું કે નાગરિકો દ્ધારા ભાવનગરની રૂદ્ર રેસિડેન્સી પ્રોજેક્ટના ફ્લેટમાં બાકી કામો જેવા કે લિફ્ટ, પાર્કિંગ, નબળા અને હલકા પ્રકારનું બાંધકામ અંગે ગુજરાત રેરામાં ફરિયાદ દાખલ કરાઇ હતી. જેને ધ્યાને લઇ ઓથોરિટી દ્ધારા બંન્ને પક્ષકારોને પુરતી તક આપી રૂદ્ર ડેવલપર્સ પ્રોજેક્ટમાં એ,બી,સી, ડી ચાર વિંગમાં ચાર લિફ્ટ ત્રણ માસમાં પુરી પાડવા હુકમ કર્યો છે. પરંતુ સમયમર્યાદામાં આ સુવિધા પુરી પાડવામાં ન આવતા ફરિયાદીઓ દ્ધારા રેરાર ઓથોરિટીમાં એક્ઝીક્યુશન પીટિશન દાખલ કરાઇ હતી. જે અંતર્ગત ગુજરાત રેરા દ્ધારા હુકમ કરી ધરપકડ વોરન્ટ જાહેર કરીને રૂદ્ર ડેવલપર્સના ભાગીદારો બાબુભાઇ વેલજીભાઇ બારૈયા અને હસમુખભાઇ શાંતિલાલ મેરને 30 દિવસની કેજની સજા ફટકારી ગુજરાત રેરાની સિવિલ જેલમાં મોકલ્યા હતા.


Bhavnagar News: હોસ્પિટલેથી દવા લઈ પરત ફરતી મહિલાને એસટી બસે અડફેટે લેતા મોત


Bhavnagar News: ભાવનગર રાજકોટ હાઇવે પર રંઘોળા ગામ નજીક એસ.ટી. બસે મહિલાને અડફેટે લીધી છે. આ અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. ભાવનગર દ્વારકા એક્સપ્રેસ બસના ડ્રાઈવરે મહિલાને અડફેટે લેતા અરેરાટી મચી છે. મહિલા સરકારી દવાખાનેથી દવા લઈ રોડ પર જતી હતી ત્યારે બસે અડફેટે લીધી હતી. આ બનાવમાં 42 વર્ષીય મહિલા રંજન બા ગોહીલનું મોત થયું છે. મૃતક મહિલા રંઘોળા ગામની વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહિલાને પી.એમ.અર્થે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


ગુજરાતમાં ચોમાસુ ક્યારથી થશે શરૂ


ગુજરાતમાં ચોમાસાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસાને લઇને માહિતી આપવામાં આવી છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તી અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી મધ્યમ રહેવાની સંભાવના છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાનુ પુરેપુરી સંભાવના છે, એટલુ જ નહીં સાથે સાથે સમયસર અથવા તો થોડું મોડું પણ શરૂ થઈ શકે છે. ખાસ વાત છે કે, આગામી 4 જુનથી કેરળમાં ચોમાસુ બેસી જશે, જ્યારે ગુજરાતની વાત કરીએ તો આગામી 19 જુન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.


ચોમાસાને લઈને સરકાર એક્શનમાં


આગામી ચોમાસાને લઈને રાજ્ય સરકાર અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે. આગામી ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરકાર સતેજ થઈ ગઈ છે. ચોમાસામાં ચોમાસામાં ઉદભવનારી પરિસ્થિતિને પહોંચીવળવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, પુર અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિ માટે પ્રશાસન સાથે બેઠક કરી છે. આ મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં NDRF, CRPF, કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. SDRF અને RAF સહિતના વિભાગના વડા પણ બેઠકમાં હાજર રહ્યા. ઉપરાંત હવામાન વિભાગના મનોરમા મોહંતી પણ બેઠકમાં હાજર રહ્યા. માર્ગ અને મકાન વિભાગ અને મહેસુલ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સાથે જ આ બેઠકમાં નેવી, આર્મી, એરફોર્સ, બીએસએફ અને ઇસરોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સી અને બચાવકાર્યમાં જોડતી એજન્સીઓ બેઠકમાં હાજર રહી હતી