Bhavnagar : ભાવનગરમાં દરેક ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ઝટકા  લાગી રહ્યા છે મોટા નેતાઓ પાર્ટીમાંથી નીકળી રહ્યાં  છે, ત્યારે વિધાનસભા ચૂંટણી ટાણે ભાવનગર જિલ્લા કોંગ્રેસના કદાવર નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી સંજયસિંહ ગોહિલ (માલપર) અને રાજેશ જોષી ટૂંક સમયમાં કોંગ્રેસને બાય બાય કરવાના છે અને ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. આ બંને નેતાઓ છેલ્લા દોઢ મહિનાથી કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસમાં વિધિવત્ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના સંકેત આપ્યા છે. 


ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ રાજીનામું આપી અને ભાજપમાં ભળી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કોંગ્રેસ માંથી વધુ બે નેતાએ નારાજગી દેખાડી છે.   ઘોઘા તાલુકાના માંલપુર ગામના રહેવાસી અને ઘોઘા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસનમાં પ્રમુખ તરીકે રહી ચૂકેલા સંજયસિંહ ગોહિલ છેલ્લા દોઢ મહિનાથી કોંગ્રેસથી નારાજ હોય અને તે અંગેની નારાજગી તેઓ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે અને દોઢ મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રિય થઈ ગયા છે, તેઓ કોંગ્રેસના એકપણ કાર્યક્રમમાં હાજરી આપતા નથી.


જોકે તેઓ ખુલીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવના છે તેમ જણાવી રહ્યા નથી પરંતુ તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી આમંત્રણ મળશે તો તેઓ ચોક્કસથી ભાજપમાં જોડાશે તેવો સંકેત આપ્યો હતો. તેઓની કોંગ્રેસમાં જે પ્રમાણે ઉપેક્ષા થઇ રહી છે તેને લઈને તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ છે અને તેમની નારાજગી તેઓ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપશે.


ભાવનગરમાં કોંગ્રેસ તૂટવાના એધાણ અત્યારથી જ જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા રાજેશ જોશી પણ લાંબા સમય કોંગ્રેસ પક્ષથી  દૂરી બનાવી છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભાવનગરના બે મોટા કદાવર નેતા કહી શકાય તેવા રાજેશ  જોશી અને સંજયસિંહ ગોહિલ ખૂલે આમથી કોંગ્રેસ પક્ષનો વિરોધ કરી રહ્યા છે.


સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ ભાવનગર કોંગ્રેસના આ બંને મોટા નેતાઓ આવનારા દિવસોમાં વિધિવત રીતે રાજીનામું આપી કાર્યકરો સાથે ભાજપમાં જોડાવાના છે તે નક્કી છે.