Crime News: ભાવનગર શહેરના કરચલીયા પરા 60 ફળી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે યુવાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 3 વર્ષ પહેલા થયેલી સગાઈ બાબતનું લાગી આવતા વેર વાળવા ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઉમલો કર્યો હતો. જેમાં બચાવવા પડેલ ફઈના દિકરાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. સાથે જ સગાઈ કરેલ 21 વર્ષીય યુવકને ગળાના ભાગે છરી મારી દેતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.


ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિ પર અંકુશ લગાવો જરૂરી છે કારણ કે દર 15 અથવા 20 દિવસે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે જેમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રિના સમયે પોતાના કરચલીયા પરા 60 ફળી વિસ્તારમાં દિપક મેર નામના યુવકને રહેસી નાખવામાં આવ્યો હતો. ત્રણ ઈસમો દ્વારા દિપક મેર ઉપર છરી વડે અનેક જગ્યાએ હુમલો કરી દેતા દીપક મેરનું મોત થયું હતું જ્યારે અન્ય એક 21 વર્ષિય યુવક માનવ બારૈયાને અને તેમની માતાને પણ આ ત્રણ ઈસમોએ છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. જો કે હાલ માનવ બારૈયાની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે જેની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મોડી રાત્રિના સમયે થયેલ હત્યાના બનાવ બાદ ભાવનગર SP હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યાની વિગતો મેળવી હતી.




આજથી ત્રણ વર્ષ પહેલા સમગ્ર ઘટના અંગે વેરઝેરનાં બીજ રોપાયા હતા. આજથી ત્રણ વર્ષ પહેલા હરેશ બારૈયા નામના યુવક સાથે વીરુ બેન નામની યુવતીની સગાઈ થઈ હતી પરંતુ કોઈ કારણે હરેશ બારૈયાએ આપઘાત કરી જીવન ટૂંકાવી નાખ્યું હતું. જે બાદ વીરુ બેન નામની યુવતીની સગાઈ 21 વર્ષીય યુવક માનવ બારૈયા સાથે કરવામાં આવી હતી. જેનું મનદુઃખ રાખતા સમગ્ર હત્યાનો પ્લાન રચી ગુનાને અજામ આપવામાં આવ્યો હતો. આ બનાવમાં માનવ નામનો યુવક રાત્રીના સમયે દુકાન પર દૂધ લેવા ગયો હતો એ સમયે કિશન રાઠોડ, રોહિત સોલંકી અને મહેશ ઉર્ફે મયલો નામના શખ્સો અગાવ થયેલ સગાઈ બાબતે લાગી આવતા જેનું વેર વાળવા પહોંચી ઝઘડો કરી રહ્યા હતા. એ સમયે દીપક મેર પણ વચ્ચે આવ્યા હતા જેમના પર આ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સાથે જ માનવ બારૈયા ઉપર પણ ગળાના ભાગે છરી મારી નાસી છૂટ્યા હતા.


આ હત્યાના બનાવને લઈ ભાવનગર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મોડી રાત્રિના સમયે ભાવનગર એસપી હર્ષદ પટેલ સ્થાનિક સી ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત એલસીબી અને એસઓજીની ટીમ પણ પહોંચી હતી. હત્યા બાદ ત્રણેય હત્યારાઓ ફરાર થઈ ચૂક્યા છે જેને શોધવા માટે LCB અને એસઓજીની ટીમ કામે લાગી છે.