BHAVNAGAR : ભાવનગર જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ પર મુકેશ  લંગાળિયા પર ચારિત્ર્યહિન આક્ષેપો કરતા મહિલા મોરચાના ગીતાબેન કોતર દ્વારકા  જઈને ઉપવાસ પર બેઠા છે અને જો મુકેશ  લંગાળિયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદ પરથી હટાવવામાં ન આવે તો પોલીસ ફરિયાદની પણ ચીમકી આપી છે. ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાના ગીતાબેન કોતરે કિશોર લંગાળિયા પર માનસિક ત્રાંસ અને અન્ય ગંભીર આરોપો લગાવ્યા છે. 


અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા ગીતાબેન 
ભાવનગર ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયા  વિરૂદ્ધ ભાવનગરના સિહોર ખાતે રહેતા અને પૂર્વ ભાવનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન કોતરે મોરચો મંડ્યો છે. ગીતાબેને મુકેશ લંગાળિયાએ પોતાના પર લગાવેલા ખોટા આરોપો અને જિલ્લા પ્રમુખના કથિત મહિલકાંડ મામલે ન્યાયની માંગ  ભાજપ પ્રદેશ પાસે કરી છે.  જેમાં હવે ગીતબેન દ્વારકા પહોંચી  આહીર સમાજમાં આવેલ મંદિરમાં અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન સાથે ન્યાયની માંગ સાથે મેદાનમાં ઉતર્યા  છે.


મુકેશ લંગાળિયા વિરુદ્ધ સી આર પાટીલને પણ રજૂઆત કરી 
મુકેશ લંગાળિયા સામે ત્રણ પેજનો વાયરલ થયેલો મેસેજ મેસેજ ગીતાબેને ફરતો કર્યો હોય તેવા આક્ષેપો જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળિયા દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈ ન્યાય માટે ઉપવાસ આંદોલનનું હથિયાર આ મહિલાએ ઉગામી આહીર સમાજ પાસે ન્યાય અપાવવા માંગ કરી છે. આ બાબતે મહિલાએ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના મોવડી મંડળને પણ આગાઉ લેખિત રજુઆત કરી હોવાની વાત તેમણે કહી હતી.


ગીતાબેને મહિલા  મોરચાના પદ પરથી રાજીનામું આપ્યું
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના રાજીનામાની માંગ સાથે ધર્મનગરી દ્વારકા ખાતે ઉપવાસ કરવા ભગવાનના ચરણે આવ્યા છે. ગત 1 એપ્રિલના ગીતાબેન કોતરે ભાવનગર મહિલા  મોરચાના પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.