Accident : જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના ઘટી છે. અહીં પૂંછ વિસ્તારમાં જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 20થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


ઉત્તર પ્રદેશની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી.


વાસ્તવમાં, આ દુર્ઘટના જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (144A) પર ગુરુવારે બપોરે અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ઊંડી ખાઈ નજીક ઘટી  હતી. અકસ્માતનો ભોગ બનેલી આ બસ ઉત્તર પ્રદેશ RTOની છે, જેનો નંબર UP 86EC 4078 જણાવવામાં આવ્યો છે. બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. પરંતુ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં પડી ગઈ.


અધિકારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી સ્લીપ ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.      


ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો


અકસ્માતના કારણોની પ્રાથમિક માહીતી મુજબ ડ્રાઈવરે  સ્ટિયંરિગ પરથી કાબુ ગુમાવી દેતા, આ દુર્ઘટના ઘટી હતી. ઘાયલોને જમ્મુની મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યા છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં એસડીએમ અખનૂર લેખ રાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ બચાર કાર્ય શરૂ કરાવ્યું હતું.