Child Death:ગીર સોમનાથમાં એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો આપ પણ બાળકોને મોજમસ્તી કરવા સ્વિમિંગ પુલમાં એકલા છોડી દો છો તો સાવધાન ફાર્મહાઉસમાં સ્વિંમિગ પુલમાં ડૂબી જતાં 6 વર્ષના બાળકનું મોત થયું છે.


ગીર સોમનાથના તાલાલા ગીર નજીક ભીજદે ગીરમાં   ફાર્મ હાઉસમાં મોજમસ્તી માટે ગયેલા પરિવારમાં છવાયું છે. અહીં  ભીજદે ગીરમાં લાયન ટેક નામના ફાર્મ હાઉસમાં વલ્લભીપુરથી પરિવાર ફરવા માટે આવ્યો હતો આ સમયે સ્વિંમિગ પુલમાં મોજમસ્તી કરતું બાળક ડૂબી ગયું હતું.  વલભીપુરનાં ગૌતમ વઢવાણીયા પરિવાર ના 6 સભ્યો ગીર ફરવા આવ્યા હતા ભોજદે ગામે આવેલ લાયન ટેક ફાર્મ હાઉસ ખાતે બપોર નાં સમયે સ્વિમિંગ પૂલ માં તમામ લોકો ન્હાતા હતા એ સમયે છ વર્ષ નો દેવાંશ સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. માસૂમ બાળકના અચાનક મોતથી પરિવારમાં શોકવ્યાપી ગયો છે.


બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા  મોત નિપજયું છે. જાણીએ શું છે સમગ્ર ઘટના


Child Death:બનાસકાંઠાના પાલનપુરમાં માતા-પિતા  માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો બાળક સંતાકુકડીની રમત રમતો હતો અને  આ સમયે તે એક 2 વર્ષથી બંઘ પડેલી કારમાં સંતાઇ ગયો હતો. દુર્ભાગ્યવશ બાળકે ડોર બંધ કરતા દરવાજો લોક થઇ ગયો અને બાદ દરવાજો ન ખુલતા , બાળકનું શ્વાસ રૂંધાતા મોત નિપજ્યું હતું.  મૃતક બાળકની  નિક્ષીક દવે  તરીકે ઓળખ થઇ છે. પાંચ વર્ષનો નીક્ષિક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું ગાડીમાં બેસી ગયો હતો. બાળકે ગાડીને અંદરથી લોક મારી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ન ખુલતા બે કલાક સુધી બાળક કારમાં જ ફસાઇને રહ્યો. કાર બંધ હાલતામાં હોવાથી શ્વાસ રૂંઘાતા બાળકનું મોત થયું છે. લાંબો સમય સુધી બાળક આસપાસ ન દેખાતા પરિવારજનોએ બાળકની શોધખોળ કરતા બાળકનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. કુળનો દીપક અચાનક અણધારી રીતે બુઝાઇ જતાં પરિવારમો શોક વ્યાપી ગયો છે... આ સમગ્ર ઘટના માતા પિતા માટે લાલબતી સમાન છે. જો આપના ઘરમાં આસપાસ આવા બંધ હાલતમાં પડેલા વાહન હોય તો તેન લોક રાખવા જોઇએ અથવા તો હટાવી દેવા જોઇએ. આ ઘટના દર્શાવે છે કે, બાળકો આવી રમતો રમતા હોય ત્યારે માતા પિતાએ તેમના પર નજર પણ રાખવી જોઇએ...