UCC કમિટીની આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈને આ પ્રથમ બેઠક યોજાશે અને યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે વેબ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે. સાંજે ત્રણ વાગ્યાથી તબક્કાવાર બેઠકો શરૂ થશે. રાજકીય પક્ષો, સામાજિક આગેવાનો અને ધર્મગુરૂઓ પણ આ બેઠકમાં હજારી આપશે. યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે આ મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થઇ શકે છે.રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે UCC કમિટી ચર્ચા થશે. બપોરે ત્રણ કલાકથી તબક્કાવાર બેઠકોનો પ્રારંભ થશે.
ઉલ્લેખનિય છે કે, UCC કમિટીની બેઠક પહેલા જ વિવાદ સર્જાયો છે. એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બેઠક માટે આમંત્રણ ન અપાયાનો આરોપ છે. બેઠક માટે આમંત્રણ ન મળતા UCC કમિટીને પત્ર લખ્યો છે. ખેડાવાલા જણાવ્યું કે, “UCC કમિટીની બેઠક અંગે મીડિયાના માધ્યમથી જાણકારી મળી. વકફ બોર્ડના સભ્યો અને કેટલાક મુસ્લિમ આગેવાનોને બોલાવાયા છે પરંતુ મુસ્લિમ ધારાસભ્ય હોવા છતા કમિટીએ મને આમંત્રણ આપ્યું નથી”
UCC કમિટીની આજે પ્રથમ વખત ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. આ બેઠક બપોરે 3 વાગ્યે શરૂ થશે. બેઠકમાં રાજકીય પક્ષોના આગેવાનો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.સાંજે પાંચ વાગ્યે કર્મયોગી ભવન ખાતે UCC કમિટીની બેઠક મળશે.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
iplayer_AV67ab09db32240a69c9074f04-1741074603280Container" class="avp-source" tabindex="-1">
ભારતમાં ધાર્મિક વિવિધતાને લીધે, દરેક મુખ્ય ધાર્મિક સમુદાય દરેક નાગરિકને શાસ્ત્રો અને રિવાજોના આધારે વ્યક્તિગત કાયદા દ્વારા સંચાલિત કરે છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મેળવવાનો અધિકાર મળશે. યુનિફોર્મ સિવિલ કોડમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, છૂટાછેડા અને સંપત્તિના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ થવો જોઈએ.એક બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ તરીકે, અહીં રહેતા તમામ નાગરિકો, તેમના ધર્મ, વર્ગ, જાતિ, લિંગ વગેરેને ધ્યાનમાં લીધા વિના સમાન નાગરિક અને વ્યક્તિગત કાયદાનો લાભ મળશે.હકીકતમાં એવું માનવામાં આવે છે કે તમામ ધર્મોના અંગત કાયદાઓમાં મહિલાઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો છે. ઉત્તરાધિકારની બાબતોમાં પુરુષોને સામાન્ય રીતે અધિકાર મળે છે. યુનિફોર્મ સિવિલ કોડ સ્ત્રી અને પુરૂષ બંનેને સમાન ધોરણે લાવશે.દેશના યુવાનો ધાર્મિક રૂઢિપ્રથાઓ છોડીને અન્ય ધર્મના સાથીઓની સાથે જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. તેમને યુનિફોર્મ સિવિલ કોડનો સીધો ફાયદો થશે.
યુનિફોર્મ સિવિલ કોડ એ ભારતના બંધારણની કલમ 44 નો એક ભાગ છે. બંધારણમાં રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે. અનુચ્છેદ 44 ઉત્તરાધિકાર, સંપત્તિના અધિકારો, લગ્ન, છૂટાછેડા અને બાળકની કસ્ટડી સંબંધિત સામાન્ય કાયદાના ખ્યાલ પર આધારિત છે.