નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહારમાં ભાજપ ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીશને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને જરૂર પડે તો ટેસ્ટ કરાવી લેવા પણ કહ્યું છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે, હું લોકડાઉન પછી દરરોજ કામ કરી રહ્યો છું, પરંતુ હવે એવું લાગે છે કે ઇશ્વરની ઇચ્ચા કે હું થોડા દિવસ રોકાઈ જાઉં અને રજા લઈ લઉં. મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આઇસોલેશનમાં છું. ડોક્ટરોની સલાહ પ્રમાણે દવા લઈ રહ્યો છું.


તેમણે વધુમાં જણાવ્યું છે કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને સલાહ આપું છું કે, કોવિડ-19નો ટેસ્ટ કરાવે. બધા લોકો ધ્યાન રાખે. જણાવી દઈ એ કે, દેવેન્દ્ર ફડણવિશ બિહાર ચૂંટણીમાં ભાજપના પ્રભારી છે. તેઓ બિહારમાં ભાજપ માટે પ્રચાર પણ કરી રહ્યા હતા. તેઓ સતત રેલીઓને સંબોધિત કરી રહ્યા હતા.