પટના:બિહારના રાજકારણમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. દિલ્હીથી પટના સુધી પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તો બીજી તરફ હવે સમાચાર છે કે આરજેડી ક્વોટાના મંત્રીઓએ સરકારી વાહન પરત કર્યા છે.


બીજી તરફ  થોડા સમયમાં RJD ધારાસભ્યની દળની બેઠક ચાલી રહી છે.બેઠકમાં અત્યાર સુધીમાં 20 ધારાસભ્યો પહોંચ્યા છે. અત્યારે RJDના નેતાઓની લાલૂ યાદવ સાથે રાબડી નિવાસ પર બેઠક ચાલી રહી છે. બેઠકમાં અબ્દુલ સિદ્દીકી અને શ્યામ રજક હાજર રહ્યાં છે.


ઉલ્લેખનિય છે કે,કાલે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં  નીતિશ કુમાર  રાજીનામું આપશે, તેઓ રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર ફરી લેશે શપથ, તેઓ કાલે કાલે રાજભવનમાં  શપથ લઇ શકે છે. નવી સરકારમાં નવી સરકારમાં ભાજપના બે નાયબ મુખ્યમંત્રી બનશે.                 


NDAમાં પાછા ફરવા નીતીશ કેમ બેતાબ છે?


જેડીયુના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નીતીશ મહાગઠબંધન (કોંગ્રેસ, આરજેડી, જેડીયુ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન) અને વિપક્ષના ઈન્ડિયા એલાયન્સથી નાખુશ જણાય છે. જો કે તેનું મુખ્ય કારણ નીતિશ કુમાર વર્તમાન રાજકીય વ્યવસ્થામાં અસ્વસ્થતા અનુભવતા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના ઓછામાં ઓછા સાત સાંસદો લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંપર્કમાં છે.


એનડીએના સામાજિક જોડાણને કારણે આ સાંસદો 2019માં જીત્યા હતા. હવે આ જેડીયુ નેતાઓને લાગે છે કે, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનમાં આવા પરિણામો પ્રાપ્ત થશે નહીં. તેમજ પૂર્વ પાર્ટી ચીફ રાજીવ રંજન સિંહ સિવાય જેડીયુના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે ગઠબંધનની તરફેણમાં છે. નીતિશને લાગે છે કે જો તેઓ હવે પગલાં નહીં લે તો પાર્ટી તૂટી શકે છે.


જેડીયુએ 2019ની લોકસભા ચૂંટણીમાં 17માંથી 16 બેઠકો જીતી હતી. સર્વે બતાવી રહ્યા છે કે જેડીયુને આ વખતે એવા પરિણામો મળવાના નથી. નીતિશને લાગે છે કે જો તેણે વધુ સીટો જીતવી હોય તો પક્ષ બદલવો પડશે. તેઓ સારી રીતે જાણે છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓના કારણે 2024માં ભાજપ જીતી શકે છે.