Bill Gates On Omicron: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે, વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં ઉછાળો ચિંતાજનક છે. તેણે તેના મોટાભાગના વેકેશન પ્લાન કેન્સલ કર્યા છે.


 કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના ઘણા ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે ઓમિક્રોનના વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બિલ ગેટ્સે ઓમિક્રોનના કેસોમાં ઝડપી વધારા વચ્ચે લોકોને ખતરનાક વેરિઅન્ટ્સ વિશે ચેતાવણી આપવાના ઉદ્દેશ્ય સાથે  ટ્વિટ કરી છે. જેમાં તેણે ઓમિક્રોનના જોખમ પર ભાર મૂકતા કહ્યું છે કે, “ઓમિક્રોન કોઈપણ પ્રકાર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો આપણે ખરાબ તબક્કામાંથી પસાર થઈ શકીએ છીએ”


બિલ ગેટ્સ ઓમિક્રોન વિશે ચિંતિત છે


માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે, વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં ઉછાળો ઘણો ચિંતાજનક છે, બિલ ગેટ્સે કહ્યું કે તેણે તેના મોટાભાગના વેકેશન પ્લાન્સ રદ કર્યા છે. તેના નજીકના મિત્રો વધુને વધુ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. તેથી, દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની આવશ્યકતા છે. જો આપણે સાવચેતી નહીં રાખીએ તો આપણે રોગચાળાના વધુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ શકીએ છીએ. ગેટ્સે ટ્વીટ કર્યું, "ઓમિક્રોન ઈતિહાસના કોઈપણ વાયરસ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં વિશ્વના દરેક દેશમાં હશે."


Omicron અત્યંત સંક્રામક વેરિયન્ટ


બિલ ગેટેસે ટવીટમાં કહ્યું કે, "ઓમિક્રોન વિશે લોકો હજું અજાણ છે પરંતુ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. જો કે  તે ડેલ્ટા કરતાં ઓછો ઘાતક છે પરંતુ  તે અત્યંત ચેપી છે અને મોટાભાગના લોકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે”. બિલ ગેટ્સની ચેતEવણી એવા સમયે આવી છે, જ્યારે યુએસ ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ભારે પ્રભાવિત છે. ઓમિક્રોન વેરિઅન્ટ્સથી ચેપ તમામ કોવિડ કેસોમાં ત્રણ ટકાથી વધીને 73 ટકા થઈ ગયો છે.


બિલ ગેટ્સે સાવચેત રહેવાની સલાહ આપી


માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોવિડ-19ને લઈને સાવચેતી રાખવા પર ભાર મૂક્યો છે. બિલ ગેટ્સે કહ્યું કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ, મોટા ઇન્ડોર મેળાવડા ટાળવા જોઈએ અને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. તેમજ રસીકરણમાં બેદરકારી ન રાખવાની સલાહ આપી હતી. બૂસ્ટર ડોઝ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, તે ખૂબ જ સારી સુરક્ષા પ્રદાન કરી શકે છે. બિલ ગેટ્સે લોકોને આશ્વાસન પણ આપ્યું હતું ,કે આ રોગચાળો કાયમ માટે નથી અને જો સાવચેતી રાખવામાં આવે તો થોડા મહિનામાં તેનાથી છુટકારો મળી જશે