સૌથી મોંઘા ડિવોર્સ: બ્રિટનની હાઈકોર્ટે રાજા શેખ મોહમ્મદને છૂટાછેડા માટે પ્રિન્સેસ હયાઓને 'અંદાજે 5500 કરોડ રૂપિયા' ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે કિંગે છૂટાછેડાના સમાધાન અને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આ રકમ ચૂકવવી પડશે.


દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમે તેમની પત્ની પ્રિન્સેસ હયાને છૂટાછેડા આપી દીધા છે. તેના બદલામાં તેણે પ્રિન્સેસ હયાઓને લગભગ 5500 કરોડ રૂપિયા (554 મિલિયન પાઉન્ડ) ચૂકવવા પડશે.બ્રિટનની હાઈકોર્ટે રાજા શેખ મોહમ્મદને છૂટાછેડા માટે પ્રિન્સેસ હયાઓને 'અંદાજે 5500 કરોડ રૂપિયા' ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે કિંગે છૂટાછેડાના સમાધાન અને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે આ રકમ ચૂકવવી પડશે. આ ડિવોર્સ બ્રિટિશ કાયદાકીય ઈતિહાસના  સૌથી મોંઘા ડિવોર્સ  છે. પ્રિન્સેસ હયા જોર્ડનના પૂર્વ રાજા હુસૈનની પુત્રી છે.


હાઈકોર્ટના જજ ફિલિપ મૂરેએ ચૂકાદો આપતા કહ્યું હતું કે, રાજકુમારી હયા અને તેના બાળકોને અપહરણ જેવા જોખમોથી બચાવવા અને બચાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવી જરૂરી  જોઈએ. બ્રિટનમાં તેમને વિશેષ સુરક્ષાની જરૂર પડશે.જેથી આ ખર્ચ તેમના પિતાએ ચૂકવવો પડશે. આ રીતે તેણે પ્રિન્સેસ હયાઓને લગભગ 5500 કરોડ રૂપિયા (554 મિલિયન પાઉન્ડ) ચૂકવવા પડશે.