Biparjoy live Update: ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, આ રાજ્યને થશે સૌથી વધુ અસર, જાણો વધુ અપડેટ

Biparjoy Latest Update: બિપરજોય સાયક્લોનને હવે દિશા બદલી છે. હવે આ ચક્રવાત દિશા બદલીને વાવાઝોડું જખૌ તરફ ફંટાયું છે. 9 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે.

gujarati.abplive.com Last Updated: 10 Jun 2023 05:10 PM

બ્રેકગ્રાઉન્ડ

Biparjoy Latest Update: બિપરજોય ઝડપી ગતિએ વધી રહ્યો છે અને તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે 'અત્યંત ગંભીર' ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને ચેતવણી આપી છે.ચક્રવાતી તોફાન...More

CISFના જવાનો દ્વારા સુરતના સુવાલી દરિયા કિનારે પેટ્રોલીંગ શરૂ કરાયું

સુરતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. CISFના જવાનો દ્વારા સુવાલી દરિયા કિનારે પેટ્રોલીંગ શરૂ કરાયું છે.  પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાવચેતીના ભાગ રૂપે સુરતનો ડુમસ અને સુંવાળી બીચ પર્યટકો માટે બંધ  કરવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડાના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બીચ પર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.