Biporjoy Cyclone:વાવાઝોડું  બિપોરજોય 6 કિ.મીની ઝડપે  આગળ વધી રહ્યું છે. વાવાઝોડું પોરબંદરથી 815 કિ.મી દુર પહોંચ્યું છે. તો વાવાઝોડું ગોવાથી 785 કિ.મી દરિયામાં દુર છે. મુંબઈ દરિયા કિનારાથી 805 કિ.મી દુર વાવાઝોડું છે.કરાચીથી એક હજાર 95 કિ.મી દુર દરિયામાં વાવાઝોડું  પહોચ્યું છે.


ચક્રવાત બિપોરજોય વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે


ભારતીય હવામાન વિભાગ (IMD) એ માહિતી આપી હતી કે અરબી સમુદ્ર પર ચક્રવાત બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે અને આગામી બે દિવસમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. IMDએ કહ્યું કે આ ચક્રવાતી તોફાન ખૂબ જ ગંભીર બની રહ્યું છે.


પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું અત્યંત તીવ્ર તોફાન 'બિપરજોય' પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આગામી  36 લાક દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ પછી, તે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. અત્યંત ગંભીર વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 118 થી 166 કિલોમીટર પ્રતિ કલાકની રેન્જમાં રહી શકે છે.


ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન શુષ્ક રહેશે, જ્યારે પર્વતીય વિસ્તારોમાં આજે  વરસાદની સંભાવના છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં જોરદાર ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડાયરેક્ટર વિક્રમ સિંહે કહ્યું કે પર્વતીય વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ માટે યલો એલર્ટ છે.


Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી


ચાલુ વર્ષે અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ છે. જે બાદ રાજ્યમાં ખેડૂતો સહિત તમામ લોકોની નજર ગુજરાતમાં એન્ટ્રી પર છે. આ દરમિયાન આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, 17 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ જશે. ચક્રવાત અને ચોમાસાનો વરસાદ ભેગો થશે. મૃગશીર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્ર વચ્ચે 8 દિવસ વરસાદ નહિ પડે. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સારો થશે પરંતુ જીવજંતુનો ઉપદ્રવ વધશે. 21 તારીખે મૃગશીર્ષ નક્ષત્ર પૂર્ણ થશે અને આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે.


બિપરજોય વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી


અંબાલાલે બિપરજોય વાવાઝોડાને લઈ કહ્યું, 9 જૂનથી વાવાઝોડું ફંટાશે પણ આંધી આવશે. રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થશે, દરિયો તોફાની થશે, દરિયામાં ભારે કરંટ જોવા મળશે. જેના કારણે ઉચા મોજા ઉછળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે વરસાદ થશે. અંબાલાલના અનુમાન પ્રમાણે બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં 13 તારીખ સુધી રહેશે. માત્ર દરિયા કિનારે જ નહિ પરંતુ મધ્ય અને ઉત્તર ગુજરાતના અંદરના ભાગમાં પણ ભારે પવન અને વરસાદ રહેશે.


આજે દેશમાં ક્યાં પડી શકે છે વરસાદ









કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ અને આંદામાન-નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટક, આંદામાન-નિકોબાર, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, આંધ્ર પ્રદેશ, યાનમ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અને વીજળીનો અંદાજ છે.