માલદીવ પહોંચીને કરણ-બિપાશેને મળી આ ગિફ્ટ, જુઓ તસવીર
abpasmita.in | 10 May 2016 08:55 AM (IST)
માલદિવ: 30 એપ્રિલે લગ્ન કર્યા બાદ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હનિમૂન માટે 9 મેએ માલદિવ પહોંચ્યા હતા. જે હોટલમાં તેઓ રોકાયા છે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્ઝરી હોટલ Jumeirah Vittaveli પહોંચતા જ બંનેનું સ્વાગત સ્પેશિયલ ચોકલેટ કેક સાથે કરવામાં આવ્યું હતું. આ કેક પર કરણ-બિપાશાના લગ્નની તસવીર પણ હતી. આ કેકની તસવીર બિપાશાએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી હોટલનો આભાર માન્યો હતો.