BJP Candidates List: બીજેપીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. અન્નામલાઈથી લઈને સૌંદરરાજન સુધીના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ભાજપે ગુરુવારે (21 માર્ચ) તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી. ભાજપની ત્રીજી ઉમેદવાર યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉમેદવારોની યાદી તમિલનાડુની લોકસભા બેઠકો માટે છે.
આ યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.નોંધનિય છે કે, બે દિવસ પહેલા તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સૌંદરરાજનને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. તો બીજેપીએ ચેન્નઇ સેન્ટ્રલથી વિનોદ પી સેલ્વમને મેદાને ઉતાર્યા છે. વેલ્લોર થી એ.સી. પાર્ટીએ ષણમુગમને ટિકિટ આપી છે.
દિગ્વિજય સિંહ લડશે ચૂંટણી,જ્યોતિરાદિત્ય સિંઘિયા સામે આ દિગ્ગજ નેતાને ઉતરશે મેદાને
MP Congress Candidate List 2024: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફરીથી લોકસભા ચૂંટણી લડશે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહ રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસ વરિષ્ઠ નેતા અરુણ યાદવને ગુના સીટ પરથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે મેદાનમાં ઉતારી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં બંને નામોને મંજૂરી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી કાંતિલાલ ભુરિયાને પણ ઉમેદવાર બનાવી શકે છે. વર્ષ 2020માં જ્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટું વિભાજન થયું ત્યારે તેનું કારણ રાજ્યસભાની ટિકિટને લઈને દિગ્વિજય સિંહ અને સિંધિયા વચ્ચેની ખેંચતાણ હતી. સિંધિયા કોંગ્રેસથી અલગ થયા અને બે વર્ષ પછી કમલનાથની સરકાર પડી.
ભાજપે રાજગઢ બેઠક પરથી રોડમલ નગરને ટિકિટ આપી છે. ભાજપના રોડમલ નગર રાજગઢ સીટ પરથી હાલમાં સાંસદ છે. તેઓ સતત બે વખત અહીં સાંસદ તરીકે ચૂંટાયા છે. 2014 અને 2019માં જીત મેળવી હતી.