Happy Birthday PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.
આ અવસરે તમિલાનાડુ પ્રદેશ બીજેપીએ પણ એક અનોખી જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જન્મેલા નવજાત શિશુઓને સોનાની વીંટી આપશે. આ વીંટી ભેટ તરીકે આપવામાં આવશે. એટલું જ નહીં, આ દિવસે 720 કિલો માછલીનું વિતરણ કરવાની પણ જોગવાઈ કરાઇ છે.
આ જાહેરાત બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે આ દિવસે જન્મેલા તમામ નવજાત બાળકોને વીંટી વિતરણ કરવા માટે કેટલો ખર્ચ થશે. વીંટી વિતરણ કાર્યક્રમમાં સામેલ ખર્ચ અંગે મંત્રી એલ મુરુગને કહ્યું કે ભેટમાં આપવામાં આવેલી વીંટી લગભગ 2 ગ્રામની હશે. 2 ગ્રામ સોનાની કિંમત 5000 આસપાસ હોઈ શકે છે.
તેમણે કહ્યું કે અમે પીએમ મોદીનો જન્મદિવસ અમારી રીતે ઉજવી રહ્યા છીએ, આ કોઈ મફત રેવડી નથી, પરંતુ આ ભેટ દ્વારા અમે પીએમના જન્મદિવસ પર જન્મેલા બાળકનું સ્વાગત કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકારી RSRM હોસ્પિટલમાં 17 સપ્ટેમ્બરે 10-15 બાળકોનો જન્મ થઈ શકે છે અને આ બાળકોને આ ભેટ મળશે.
PM મોદીના જન્મદિવસના અવસર પર ચિતાઓ દેશ પરત ફરવાના છે. ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચિતા જોવા મળશે. ભારતનો વારસો પુનઃસ્થાપિત થશે. 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં PM મોદીની હાજરીમાં 8 ચિત્તાઓને છોડવામાં આવશે. આ ચિત્તાઓને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. જેમને 16 સપ્ટેમ્બરે નામિબિયાની રાજધાની વિન્ડહોકથી વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.
વન્યજીવ અને પર્યાવરણ મંત્રાલય નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી કરી રહ્યું છે. નામિબિયા સાથેના કરારને કારણે 17મી સપ્ટેમ્બરે 8 ચિત્તાને સૌથી પહેલા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવા માટે બંને દેશો વચ્ચે વાતચીત બાદ આફ્રિકાની ટીમે પણ ભારતની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી અને બાદ તે તૈયારીઓથી સંતુષ્ટ થતાં ચિતા આપવાનો નિર્ણય કર્યો છે.