Weather Live Update: ફરી રાજ્યમાં પડશે હાડ થીજાવતી ઠંડી, યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ, જાણો ક્યાં છે કેવો મૌસમનો મિજાજ

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે.આજથી તાપમાન 3 ડિગ્રી ગગડશે. 24 અને 25 જાન્યુઆરી હાડ થીજાવતી ઠંડી પડશે.

gujarati.abplive.com Last Updated: 21 Jan 2023 09:32 AM

બ્રેકગ્રાઉન્ડ

Weather Live  Update:હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગ  મુજબ  આજથી ફરી ઠંડીનું જોર વધશે. તાપમાન  3થી4 ડિગ્રી ગગડશે.  હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી...More

Weather Live  Update: પહાડી રાજ્યોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather Live  Update: પહાડી રાજ્યોમાં હિમવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી


દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક તરફ પર્વતીય રાજ્યોમાં સતત હિમવર્ષા ચાલી રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 થી 27 જાન્યુઆરી દરમિયાન અરબી સમુદ્રમાંથી મુખ્યત્વે ઉત્તરપશ્ચિમ ભારત પર ક્રમશઃ પૂર્વ તરફ આગળ વધવાની અને વધુ ભેજ સાથે આગળ વધવાની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશમાં હળવી હિમવર્ષા થઇ શકે છે., 24 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં કરા પડી શકે છે.