બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ LIVE: દેશી અને ઈંગ્લીશ દારૂનો ધંધો કોણ કરશે તે ભાજપ નક્કી કરે છેઃ જગદીશ ઠાકોર
બરવાળાના નભોઇમાં ઝેરી દારૂના કારણે 27થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે
લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે
લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે
જગદીશ ઠાકોરે કહ્યું, લઠ્ઠાકાંડમાં જેના મૃત્યુ થયા તેમના પરિવારને સાંત્વના પાઠવું છું. વારંવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડ કેમ થાય છે તે સવાલ ઊભા થાય છે. પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યું છે. પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે, આ મારો આક્ષેપ નથી સાબિત કરી શકું છું. ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે. કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે. દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા , ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારી થી ગુજરાતમાં દારૂ વેચાય છે .
આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસના નેતાઓ પણ લઠ્ઠાકાંડ પીડિતોની મુલાકાત લેશે. બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા લેશે રોજિદ ગામની મુલાકાત લેશે.
બરવાળા લઠ્ઠાકાંડમાં બરવાળા પોલીસ મથકમાં 13 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. હત્યાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી છે. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બરવાળા લઠ્ઠાકાંડમાં ભાવનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 49માંથી પૈકી 8 લોકોના મોત થયા છે. તો 5ની સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા. ધંધુકા તાલુકાના આકરૂ ગામે ઝેરી દારૂ પીતાં 3નાં મોત થયા છે.મોતના સમાચારથી સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયું છેે.
ધંધુકાની RMS હોસ્પિટલમાં કુલ 14 પેશન્ટ આવ્યા હતા, જેમાંથી 5 પેશન્ટને અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા તેમાંથી 02 ના મૃત્યુ થયા છે.એક મહિલા પેશન્ટ મુન્નીબેનનું પણ અવસાન થયું છે. અહીં કુલ 11નાં મોત થયા છે. આકરું ગામમાં એક જ પરિવારના બે ભાઈઓના મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.મહિલા ASI યાસમીન બાનું ઝડકીલા નો બૂટલેગર સાથેનો કથિત ઓડિયો વાયરલ થયો છે.બૂટલેગર મહિલા ASI ને ચોકડી ગામના બૂટલેગર નો હપ્તો નક્કી કરવાની વાત કરી રહી છે.
ચોકડી ગામના બૂટલેગર મેહુલ નામના શખ્સના હપ્તો નક્કી કરવાની વાત થઇ રહી છે. કેટલો હપ્તો લેશે અને તેમજ મહિલા ASI પૈસા લેવા ક્યારે આવશો વગેરે વાતનો ઉલ્લેખ ઓડિયો ક્લિકમાં થઇ રહ્યો છે. હાલ બરવાળા વિસ્તારમાં થયેલ લઠ્ઠાકાંડમાં 25 જેટલા લોકોના મોત થયા છે ત્યારે ઓડિયો કલીપ વાયરલ થતા મુદ્દો ટોકો અપ ધ ટાઉન થયેલ છે. જો કે આ ઓડિયો ક્લિકપની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી
બરવાળા કાંડમાં પોલીસે દિનેશ રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે. દિનેશ રાજપૂત પોતાની રીક્ષા દ્વારા જ આ કેમિકલને સપ્લાય કરતો હતો. દિનેશ રાજપૂત નામના આ શખ્શે જયેશ નામના શખ્સને કેમિકલ વેચ્યું હતું. બરવાળા કેસમાં બરવાળામાં 15 અને ધંધુકા તાલુકામાં 9નાં મોત થયા છે.આ મામલે હર્ષ સંઘવી પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠક બાદ રિપોર્ટ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપશે.
બોટાદના બરવાળાના ઝેરી દારૂની અસરથી 20 લોકોના મોત થયા છે. આ ઘટનાના પગલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટવિટ કરીને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ કેસમાં અમદાવાદ પીપળજ તૈયાર થયેલા કેમિકલથી ઝેરી દારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે. 90 લિટર કેમિકલ મંગાવ્યું હતું. અને અલગ અલગ કન્ટેનરમાંથી 600 લિટર કેમિકલ ચોરાયું હતું. આ ચોરાયેલા કેમકલથી દારૂ બન્યો હતો અને જેની ઝરી અસરે બોટાદના ગામડાઓમાં મોતનું માતમ પ્રસરી દીધું છે.
બોટાદના બરવાળાના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. અમદાવાદ સિવિલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે.ધંધુકા સામૂહિક હોસ્પિટલમાં 3નાં મોત થયા છે.
- બોટાદના રોજિદ ગામમાં - 5 લોકોના મોત
- ચંદરવા ગામમાં - 2ના મોત
- દેવગણા ગામમાં 2ના મોત
- અણિયાણા - 2 લોકોનાં મોત
- ઉંચડી ગામ - 2લોકોના મોત
બોટાદના બરવાળામાં ઝેરી દારૂની અસરથી 20થી વધું લોકોના મોત થયા છે. તો ધંધુકાની RMS હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11નાં મોત થયાની પુષ્ટી થઇ છે. ચંદાણા અને દેવગણામાં 2-2 લોકોના મોત થયા છે. બોટાદના આકરૂ ગામમાં ઝેરી દારૂની અસરના કારણે બે સગા ભાઇના મોત થયા છે.
આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા દેશી દારૂની અછત સર્જાતા કેમિકલનો ઉપયોગ કરીને ઝેરી દારૂ બનાવાયો હોવાનું સામે આવ્યું છે. ઝડપથી દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હતો.
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાછતાં આ પ્રકારના મસમોટા દારૂના વેપલાની ઘટના સામે આવતા અમદાવાદ અને ભાવનગર પોલીસની ધોર બેદરકારી સામે આવી રહી છે. બોટાદા જિલ્લામાં બુટલેગરો સાથએ પોલીસનું સેટિંગ હોવાના પણ વીડિયો અનેક વાયરલ થયો છે.
દારૂ સ્ટેન્ડ ચલાવવા માટે હોમગાર્ડ જવાન પ્રકાશ કોળીનો ઓડિયો વાયરલ થયો છે,. જો એક એબીપી અસ્મિતા આ ઓડિયો ક્લિપની પુષ્ટી નથી કરતું.
બ્રેકગ્રાઉન્ડ
બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના કારણે 31 લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 15ખી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે. ઝેરી દારૂના કારણે બરવાળા અને ધંધુકામાં મોતનો માતમ,. બરવાળાના લઠ્ઠાકાડના કારણે આકરૂ,ઇચડી, અણિયારી, સહિતના આસપાસના ગામમાં મોતનું મામત છવાયું છે. ઝેરી દારૂની અસરથી ચંદરવામાં 2 અને દેવગણામાં 2 લોકોના મોત થયા છે.
ઝેરી દારૂ પીનાર લોકોની હાલત એટલી ગંભીર છે કે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. અસરગ્રસ્તોની અમદાવાદ, ભાવનગર,બોટાદ, ધંધુકાની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે. આ સમગ્ર ઘટનામાં મિથેનોલનો સપ્લાય કરનાર બે શખ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના લાંભા પાસેથી રાજુ નામના શખ્સની એટીએસએ ધરપકડ કરી છે તો પીપળજથી જયેશ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ શખ્સોની સઘન પૂછપરછ થઇ રહી છે. પૂછપરછમાં બરવાળાના ચોકડી ગામના સખ્સને રાજુએ કેમિકલ આપ્યોનો ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -