Breaking News Live Updates: PM મોદી ગુજરાતના સાંસદો સાથે સાંજે કરશે મીટિંગ, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર
Breaking News live updates 21st March 2023: દેશ-દુનિયાના બ્રેકિંગ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો.........
નડિયાદ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બળાત્કાર કેસમાં સાવકા પિતાને ફાંસીની સજા સંભળાવામાં આવી છે. સાવકા પિતા દ્વારા સગીર દીકરી પર બળાત્કાર કરતા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. માતર તાલુકાના એક ગામમાં સાવકા પિતાએ 11 વર્ષ ને10 મહિનાની સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી. છ મહિનાથી બળાત્કાર ગુજારતા સગીર દિકરી ત્રણ મહિનાની ગર્ભવતી બની હતી.
ગત 1 જાન્યુઆરી 2021ના રોજ સમગ્ર ઘટના સામે આવી હતી.
મિઝોરમના મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
દિલ્હી વિધાનસભામાં બજેટની રજૂઆતને લઈને સોમવારથી ચાલી રહેલા હોબાળા વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીના બજેટને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
Hyundaiએ આ સેડાન કારને રૂ. 10.89 લાખની પ્રારંભિક કિંમતમાં લોન્ચ કરી છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત 17.3 લાખ રૂપિયા છે. Hyundai Verna sedanને કંપની દ્વારા ADAS લેવલ 2 ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે, જે આ સેગમેન્ટની અન્ય કોઈ કારમાં ઉપલબ્ધ નથી. જેનો અર્થ છે કે આ સુવિધા મેળવનારી તે પ્રથમ કાર બની છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે વડાપ્રધાન મોદીને મળવા સંસદ પહોંચ્યા છે. પીએમ મોદી હાલમાં સંસદમાં હાજર છે અને તેમની સાથે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી ચીફ જેપી નડ્ડા અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજર છે. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ડોભાલ પીએમ સહિત કેબિનેટને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા અંગેની માહિતી આપશે.
કોંગ્રેસ નેતા એઆર ચૌધરીએ કહ્યું, ભારતના સામાન્ય લોકોને જલ્દી જ ખબર પડશે કે આપણા પીએમ અસમર્થ છે. તેઓ સત્તામાં હતા તે પહેલાં તેઓ કહેતા હતા કે કોંગ્રેસ નબળી અને કાયર છે અને જો અમે સત્તામાં હોત તો પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમને લાવીએ. તેઓ રાહુલ ગાંધીને બદનામ કરવામાં વ્યસ્ત છે. મોદીજી અને તેમની સરકાર વિપક્ષી નેતાઓને CBI અને EDની જાળમાં ફસાવવા માટે કાવતરું ઘડી રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે તેઓ જે રીતે દેશમાંથી હજારો કરોડ રૂપિયા લૂંટી રહ્યા છે અને પછી કેરેબિયન સમુદ્રની નજીક મજા કરી રહ્યા છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી છૂટથી ફરે છે.
અદાણી ગ્રૂપના મામલામાં જેપીસી તપાસની માગણી સાથે વિપક્ષના સાંસદોએ લોકસભામાં સૂત્રોચ્ચાર કર્યા બાદ લોકસભા આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મુખ્યમંત્રી આજે બપોર બાદ દિલ્હી જશે અને સાંસદો સાથેની પ્રધાનમંત્રીની બેઠકમાં હાજર રહેશે. સાંજે 6:30 કલાકે બેઠક યોજાશે. જેમાં ગુજરાતને લઈને ચર્ચા થશે. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી આર પટીલ પણ હાજર રહેશે. ગરવી ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદોને pm નિવાસ્થાન પહોંચવા સૂચના અપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો માટે પીએમની પ્રથમ બેઠક છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News 21st March Live Updates હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કિરણ પટેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ગુજરાતનો કિરણ પટેલ પીએમાઓનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પડે,કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે.
આઇએએસ અને આઇપીએસની જાસૂસી થવાના બનાવો બને છે. સરકારનું પોતાનું પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને આઇબીને ખબર ના હોય , કરાઈમાં નકલી પીએસઆઇ બનીને ઘૂસી જાય અને કોઈને ખબર ન પડે. ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર.
કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના 14 દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે. આ ઉપરાત, પોલીસ કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.
ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને તેમના કામ કરાવી આપવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લેતો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે ગુજરાતમાં પણ કિરણ પટેલ સરકારના તમામ મંત્રીઓ તેમના વિભાગના આઇએએસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમ જણાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. જે બાદ તેમને જે તે વિભાગમાં નોેકરી અપાવવા કે સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાની ખાતરી આપતો હતો. જેથી તેની વાતોમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ આપ્યા હતા. આમ, ગાંધીનગર સચિવાલયમાં તેના નેટવર્કને વિસ્તાર્યું હતું.ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે અગાઉ પણ કિરણ પટેલ વિરૂદ્વ અનેક ગુના નોંધાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -