Breaking News Live Updates: રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસનું દેશભરમાં વિરોધ પ્રદર્શન
Breaking News Updates: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે.
અમેરિકાની ફેડે વધારેલા દરની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. ભારતીય શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ રહ્યું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ 257.10 લાખ કરોડ થઈ છે. આજે સેન્સેક્સ 289.31 પોઇન્ટના ઘટાડા સાથે 27,925.28 પોઇન્ટ પર અને નિફ્ટી 80.62 પોઇન્ટના ઘટાડા સાથે 17953.46 અંક પર બંધ રહ્યા.
રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીને સજા બાદ બહેન પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ
નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, રાહુલ ગાંઘી જે રીતે પુરા સમાજ કે કોઇ પણ વ્યકિત વિશે ગમે તેમ બોલી લે છે, તેમનો બોલવામાં કોઇ કંટ્રોલ નથી.રાહુલ ગાંઘીએ આખા સમાજને બદનામ કરવા જે નિવેદન આપ્યુ હતું તેના કારણે નારાજ થઇને ગુજરાતના પુર્વ કેબિનેટમંત્રી અને હાલના ધારાસભ્ય પુર્ણેશભાઇ મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો અને કોર્ટનો આજે ચુકાદો આવ્યો છે તેમાં તેમને દોષી જાહેર કર્યા છે. આ પછી હવે રાહુલ ગાંઘીના નિવેદન પર સુઘારો થાય તો સારુ કેમ કે તેઓ દેશનું પણ વારંવાર અપમાન કરી ચુકયા છે. દેશના લોકો પણ રાહુલ ગાંઘીના આવા નિવેદનને કારણે નારાજ છે.
રાહુલ ગાંધીને સજા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, તેને જામીન મળી ગયા છે. અમે શરૂઆતથી જ જાણતા હતા કારણ કે તેઓ ન્યાયાધીશો બદલતા રહ્યા. અમે કાયદા, ન્યાયતંત્રમાં માનીએ છીએ અને અમે કાયદા મુજબ આની સામે લડીશું.
રાહુલ ગાંધીને સુરત કોર્ટે કરેલી સજા મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થયા, કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા. રાહુલ ગાંધી સાથે કે.સી.વેણુગોપલ પણ સુરત કોર્ટમાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ કિરિટ પાનવાલા પણ હાજર રહ્યા હતા, રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનારા ભાજપ નેતા પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા.
સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષોના નેતાઓ સંસદમાં LoP રાજ્યસભાના મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળ્યા અને ગૃહના ફ્લોર માટે વ્યૂહરચના તૈયાર કરી.
માનહાનિના કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. આ માટે તેઓ સુરત પહોંચી ગયા છે. સુરત એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્ટની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદી સંબંધો ધરાવતા કેસની તેની ચાલી રહેલી તપાસમાં નાગપુરમાં ત્રણ સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે.
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરત એરપોર્ટ પર હાજર છે.
બે ઈન્ડિગો ફ્લાયર્સ પર આઈપીસીની કલમ 336 અને એરક્રાફ્ટ નિયમોની કલમ 21,22 અને 25 હેઠળ દારૂના નશામાં અને ક્રૂ સાથે દુર્વ્યવહાર કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો. બંનેની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કલમો જામીનપાત્ર હોવાથી પોલીસ સ્ટેશનમાંથી જ તેમને જામીન મળી ગયા હતા. વધુ તપાસ ચાલી રહી છે: ડીસીપી દીક્ષિત ગેડમ, મુંબઈ પોલીસ
માનહાનિના કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું, ન્યાય પાલિકા પર વિશ્વાસ છે,તરફેણમાં ચુકાદો આવશે. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા, રાહુલ ગાંધી નવા અંગ્રેજો સામે લડી રહ્યા છે. ખોટા કેસ કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Updates, 23rd March, 2023: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. આજે ચુકાદાને લઈ 10 વાગ્યા બાદ વકીલો સિવાય કોઈને પણ કોર્ટમાં એન્ટ્રી નહી મળે. જેતી વકીલો, પક્ષકારોની પોલીસ સાથે ઘર્ષણ થવાની સંભાવના છે.
શું છે મામલો
આ કેસની વિગત એવી છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.
રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -