Breaking News Live: PM મોદી ભીલવાડાના પ્રવાસે, ઇઝરાયલમાં મોડી રાત્રે થયો આતંકી હુમલો, 8નાં મૃત્યુ

Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.

gujarati.abplive.com Last Updated: 28 Jan 2023 11:58 AM
Aircraft Crash: રાજસ્થાનના ભરતપુરમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ


aircraft crash: રાજસ્થાનના ભરતપુરમાં વિમાન દુર્ઘટના સામે આવી છે. ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. એરિયલ ટ્રેનિગ દરમિયાન આ દુઘટના બની


આ દુર્ઘટના અંગે જિલ્લા કલેક્ટર આલોક રંજને કહ્યું કે, પોલીસ અને પ્રશાસનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. હાલમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. વિમાન દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.


રાજસ્થાનના ભરતપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં પિંગોરા રેલવે સ્ટેશન પાસે એરફોર્સનું એક પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પ્લેનના ટુકડા થઈ ગયા છે. તેમાં આગ લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ફાઈટર જેટે આગરાથી ઉડાન ભરી હતી. ભરતપુરના ડીએમ આલોક રંજને જણાવ્યું કે, ભરતપુર પાસે એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે..


 


Plane crashed: મધ્યપ્રદેશના મુરૈનામાં મોટી પ્લેન દુર્ઘટના, સુખોર્ઇ-30 અને મિરાજ થયું ક્રેશ

Plane  crashed: મધ્યપ્રદેશમાં એક મોટો હવાઈ દુર્ઘટના ઘટી  છે. ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 ક્રેશ થયું  છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના મુરૈના નજીક બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે બંને ફાઈટર જેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.


અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ ઘાયલ થયા છે. સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે બંને વિમાનોએ મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ ચાલી રહી હતી.





બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.


Breaking  News Live:  :  PM મોદી ભીલવાડામાં  ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના  પ્રાકટ્ય દિનની ઉજવણીના ઉત્સવમાં રહેશે ઉપસ્થિત


પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે. તે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના 1111 પ્રાકટ્ય દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ભીલવાડા અને તેની નજીકનો વિસ્તાર રાજસ્થાનમાં ગુર્જરોના હાર્દ પ્રદેશ તરીકે ઓળખાય છે.


PM મોદી આજે સવારે 11.30 વાગ્યે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણ જીના 1111મા 'અવતાર મહોત્સવ' નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.