Breaking News Live: ભારત કયારે બનશે વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર ? જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો

ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો પરિવાર ડરી ગયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Sep 2022 05:25 PM
2029માં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનશે

ડાંગમાં વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે. સાપુતારા ઘાટમાર્ગમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સામગહાન, બારીપાડા વિસ્તારમાં પણ વરસાદ છે. ભારે બફાર વચ્ચે સમગ્ર ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે.

ગુજરાત કોંગ્રેસ ક્યારે જાહેર કરશે ઉમેદવારો ?

  • મિશન 2022 માટેની કોંગ્રેસની ઉમેદવાર પસંદગી અંગે abp અસ્મિતા પાસે એક્સકલુઝિવ માહિતી 

  • કોંગ્રેસની પ્રથમ સ્ક્રીનીંગ કમિટીની બેઠક અંગે abp અસ્મિતા પાસે એક્સકલુઝિવ માહિતી 

  • 5મી તારીખે યોજાનારી કોંગ્રેસની પ્રથમ સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા નક્કી થશે 

  • મોટાભાગના ઉમેદવારો પ્રથમ સ્ક્રીનીંગ કમિટીની બેઠક નક્કી કરી દેવામાં આવશે 

  • સિનિયર આગેવાનોની ચૂંટણી લડવાની બાબતે લેવાશે નિર્ણય

  • ઉમેદવારોની બેઠક બદલવા કે ન બદલવા અંગે આ બેઠકમાં લેવાશે નિર્ણય 

  • સંગઠનના યુવા કાર્યકરોને ઉમેદવારી કરાવવા અંગે મૂકશે ભાર

  • એક બેને બાદ કરતાં તમામ સિટિંગ એમએલએ રીપિટ કરવાની બાબતને સ્ક્રીનીંગ કમિટી આપશે મંજૂરી 

  • કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદીમાં કેટલાક ધારાસભ્યોના નામ બાકી રાખવામાં આવશે

  • પ્રથમ યાદીમાં અમદાવાદના તમામ 4 ધારાસભ્યોના નામ જાહેર કરાશે

લારાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝ હૈદરાબાદના હેડ કોચ તરીકે વરણી

કોંગ્રેસ નેતાઓના શિવેસના, ભાજપમાં જોડાવા મુદ્દે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું નિવેદન

રાજકોટમાં શું કહ્યું કેજરીવાલે

રાજકોટમાં કેજરીવાલએ કહ્યું, સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જીવલણ હુમલો થયો.  આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. અમે કોંગ્રેસ નથી, અમે હિંમતથી સામનો કરીશું. હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે છે. સુરતની 12માંથી 7 બેઠકો આમ આદમી પાર્ટી જીતશે.

પંચકૂલામાં જેપી નડ્ડાએ રમતવીરો સાથે કરી મુલાકાત

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હરિયાણા મુલાકાતે છે. સવારે પંચકૂલામાં માતા મણસા દેવીના દર્શન કર્યા બાદ તેમણે રમતવીરો સાથે મુલાકાત કરી હતી.

નોરા ફતેહીને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા

નોરા ફતેહીને ગિફ્ટ કોણે આપી, કોની સાથે વાત કરી જેવા પ્રશ્નો પૂછાયા હતા. આ પ્રશ્નોમાં તે સહકાર આપી રહી છે. તેણીએ કહ્યું, તેણીને જેકલીન ફર્નાન્ડીઝ સાથે કોઈ સંબંધ નથી અને તે બંને તેની (સુકેશ ચંદ્રશેખર) સાથે અલગથી વાત કરી રહ્યા છે.





બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates: ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો  પરિવાર ડરી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે સોફ્ટવેર એન્જિનિયરના ઘરની બાલ્કનીમાંથી ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં તેને ધર્મ પરિવર્તનની ધમકી આપવામાં આવી હતી. જો તમે ન સાંભળો તો માથું શરીરથી અલગ કરવાનું લખવામાં આવ્યું છે.


એન્જિનિયરે સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી નંદલાલ રિનવાએ જણાવ્યું કે શહેરના વિદ્યુત નગરમાં રહેતા વિજય અગ્રવાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે પુણેની એક બેંકમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તે ચાર દિવસ પહેલા જ ભીલવાડા પરત ફર્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.