Trending News: લગ્ન માટે છોકરી શું ઈચ્છે છે? સ્માર્ટ વર. જેની પાસે જમીન છે, પોતાનું ઘર છે, લાખો રૂપિયાનો પગાર છે. પરંતુ એવું કેવી રીતે બની શકે કે, આટલા બધા ગુણો હોવા છતાં, કન્યા લગ્નના દિવસે વરમાળા પછી તરત જ તેના વરને નકારે છે? ચોક્કસ દરેકને આશ્ચર્ય થશે. પરંતુ આવો જ એક કિસ્સો  હાલ  સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે છત્તીસગઢથી વરરાજા તેની દુલ્હનને લેવા માટે ઉત્તર પ્રદેશ પહોંચ્યો ત્યારે કન્યાએ માળા પહેરાવીને લગ્ન કરવાની ના પાડી દીધી. જો તમે આ પાછળનું કારણ જાણશો તો તમારું માથું ખંજવાળવા લાગશે.


1.2 લાખની કમાણી છતાં કન્યાએ લગ્ન કરવાની ના પાડી


છત્તીસગઢના બલરામપુરથી નીકળેલી લગ્નની જાન  ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ વાજતે ગાજતે  પહોંચી હતી.  . લગ્નનો પ્રસંગ હતો. જ્યાં બે લગ્નસૂત્રથી બંધાઇ રહ્યાં હતા. લગ્નની જાન  આવી, સ્વાગત કરવામાં આવ્યું, નાસ્તો પીરસવામાં આવ્યો અને મંચ પર વરમાળાની વિધિ પણ થઈ. તમને જણાવી દઈએ કે, વરરાજા એક મોટી કંપનીમાં એન્જિનિયર છે અને દર મહિને 1.2 લાખ રૂપિયા કમાઇ  છે. જાણકારોએ એમ પણ જણાવ્યું કે, તેની પાસે પોતાની 20 વીઘા જમીન અને કુલ 6 પ્લોટ છે. આમ છતાં રાત્રે લગભગ 2 વાગે દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. ઘણી સમજાવટ છતાં કન્યા પોતાની વાત પર અડગ રહી.


સરકારી નોકરી નહોતી એટલે લગ્ન કરવાની ના પાડી


 દુલ્હનને લગ્ન પહેલા એવી માહિતી આપવામાં આવી હતી. કે, વરરાજાને સરકારી નોકરી છે, પરંતુ જ્યારે તેને લગ્નના દિવસે મોડી રાત્રે ખબર પડી કે, યુવક એક એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, ત્યારે તેણે લગ્નની ના પાડી દીધી. આ પછી પરિવારના સભ્યો અને મહેમાનો યુવતીને સમજાવતા રહ્યા પરંતુ યુવતી પોતાની વાત પર અડગ રહી. લગ્નની જાન લીલા તોરણે પાછી ફરી હતી.


સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં છલકાવી દીધું. લોકો કન્યાને કોસવા લાગ્યા. એક યુઝરે લખ્યું... બસ તમે જેન્ડરેને ઉલટાવી દો પછી કેવી રીતે નારીવાદી લોકો આવીને ભરી ભરીને કમેન્ટ કરે છે.  અન્ય યુઝરે લખ્યું... જો હું હોત તો હું જાતે જ પાછો આવ્યો હોત. તો અન્ય એક યુઝરે લખ્યું... તમે ક્યાં છુપાઇ ગયા એ લોકો જે દહેજને લઇને રડે છે.